OnePlus 6નું આ ખાસ વેરિયન્ટ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
વનપ્લસ 6 રેડ એડિસનમાં વર્ટિકલ ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં 16 મેગાપિક્સલ પ્રાઇમરી અને 20 મેગાપિક્સલ સેકંડરી સેન્સર છે. કેમેરા ડ્યુઅલ ફ્લેશ, અપાર્ચર એફ/1.7, ઓઆઈએસ અને ઈઆઈએસ સાથે આવે છે. જ્યારે ફોનમાં સેલ્ફી કેમેરા 16 મેગેપિક્સલ સોની આઈએમએક્સ 371 સેન્સર સાથે આપવામા આવ્યો છે. અને ડેશ ચાર્જિંગ સાથે 3300 એમએએચની બેટરી છે.
ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 8 GB રેમ અને 128 GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેમજ કેમેરા, પ્રોસેસર અને સોફ્ટવેર સહિત બાકિના તમામ સ્પેસિફિકેશન ઓરિજનલ વેરિએન્ટ જેવા જ છે. 6.18 ઇંચ ફુલ એચડી+ (1080 X 2280 પિક્સલ) ફુલ ઓપ્ટિક એમોલેડ ડિસ્પ્લે અને સ્ક્રીનની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર છે.
વનપ્લસના આ ખાસ એડિશન માટે મેટેલિક રેડ શિમર સાથે રેડ કલર મિક્સ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મિરર જેવું એક ફિંગરપ્રિન્ટ સેન્સર અને એક સિલ્વર કેમેરા પણ છે. કંપની દાવા મુજબ વનપ્લસ 6 તેનો સૌથી વધુ વેંચાયેલ હેન્ડસેટ બની ગયો છે. લોંચ થયાના 22 દિવસમાં જ 10 લાખ મોડેલ વેચાઈ ગયા હતા.
નવા વનપ્લસ રેડ એડિશનમાં અંબર જેવી ઇફેક્ટ છે. જેને બનાવવા માટે એક ઓપ્ટિકલ કોટિંગ, ફિલ્મ અને ગ્લાસની 6 પેનલ યુઝ કરવામાં આવી છે. ઉપરાંત એક એન્ટિ રિફ્લેક્ટિવ લેયરનો પણ ઉપયોગ કરાયો છે.
નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની OnePlusએ હાલમાં જ પોતાનો ફ્લેગશિપ OnePlus 6 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનના અલગ વેરિયન્ટ પણ આવ્યા જેમાં એક ઇનફિનિટી વોર એડિશન પણ સામેલ છે. હવે કંપનીએ નવું રેડ વેરિયન્ટ લોન્ચ કર્યું છે. આ પહેલા પણ કંપની જાહેરાત દ્વારા તેની હિન્ટ આપતી રહી છે. આ વેરિયન્ટમાં 8GB રેમ અને 128GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેની કિંમત 39,999 રૂપિયા છે અને વેચાણ 16 જુલાઈથી શરૂ થશે.