લૉન્ચિંગ પહેલાજ Oppoના આ દામદાર ફોનની ફિચર્સ લીક, જુઓ 10 હજારની અંદર શું શું મળશે તમને
આવા હશે ફોનના ફિચર્સ, ડિસ્પ્લે- 6.1 ઇંચ HD+IPS, પ્રૉસેસર- સ્નેપડ્રેગન 450, રેમ- 3જીબી/4જીબી, સ્ટૉરેજ- 32જીબી/64જીબી, ફ્રન્ટ કેમેરો- 8 મેગાપિક્સલ, રિયર કેમેરો- 13+2 મેગાપિક્સલ, સિક્યૂરિટી- ફેસ અનલૉક/ ફિંગરપ્રિન્ટ સેન્સર, બેટરી- 4230mAh, કનેક્ટિવિટી- 4G VoLTE, વાઇ-ફાઇ, બ્લૂટૂથ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપની તરફથી હજુ સુધી કિંમત વિશે કોઇ ખુલાસો નથી થયો પણ માનવામાં આવે છે કે Realme 2ના બન્ને વેરિએન્ટની કિંમત 10 હજાર રૂપિયાની અંદર હોઇ શકે છે.
લીક થયેલી સ્પેશિફિકેશન્સ અનુસાર, Oppo Realme 2માં ફેસ અનલૉક ફિચરની સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે. જ્યારે Realme 1માં માત્ર ફેસ અનલૉક ફિચર જ આપવામાં આવ્યું હતું.
આને બે વેરિએન્ટમાં ઉતારવામાં આવશે, પહેલુ વેરિએન્ટ 3જીબી રેમ, 32જીબી સ્ટૉરેજ વાળુ તથા બીજુ વેરિએન્ટ 4જીબી રેમ, 64જીબી સ્ટૉરેજ સાથે આવશે. આ ઉપરાંત આમાં સ્ટૉરેજ માટે માઇક્રો એસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારવાની સુવિધા પણ આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર Oppo પોતાની સબ-બ્રાન્ડ Realme અંતર્ગત મંગળવારે એટલે કે 28 ઓગસ્ટે નવો સ્માર્ટફોન Realme 2 લૉન્ચ કરવા જઇ રહી છે, પણ તેના પહેલાજ Smartpix ની સાઇટ પર આ ફોનના ફિચર્સ લીક થઇ ગયા છે. લીક્સ અનુસાર, આમાં 6.2 ઇંચની નૉચ્ડ ડિસ્પ્લે હશે, આની સાથે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 450 પ્રૉસેસર મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -