✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Oppo F3ના દિવાળી લિમિટેડ એડિશનનું વેચાણ થયું શરૂ, અહીંથી ખરીદવા પર મળશે ફ્રીમાં ક્રિકેટ બેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Sep 2017 07:52 AM (IST)
1

ઓપ્પો F3ની કનેક્ટિવિટી ફીચરમાં ડ્યુઅલ નેનો સિમ, જીપીએસ, બ્લૂટૂથ 4.0, વાઈ-ફાઈ 802.11 અને ઓટીજી શામેલ છે. ડિસ્ટેન્સ સેન્સર, લાઈટ સેન્સર, જી સેન્સર અને ઈ-કમ્પાસ આ હેડસેટનો ભાગ છે. તેનું વજન 153 ગ્રામ છે.

2

હવે વાત ઓપ્પો F3ના કેમેરા સેટઅપની છે. સેલ્ફીના દીવાના માટે કંપનીએ ફોનમાં બે ફ્રંન્ટ કેમેરા આપ્યા છે. એક સેન્સર 16 મેગાપિક્સલનું છે અને બીજો કેમેરાં 8 મેગાપિક્સલનો છે. ફોનમાં 3200 એમએએચની બેટરી આપેલી છે.

3

હેન્ડસેટમાં 1.5 ગીગાહર્ટ્ઝ ઓક્ટ-કોર મીડિયાટેક એમટી6750ટી પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 4GB રેમ આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઈડ 6.0 માર્શમેલો પર આધારિત કલર ઓએસ 3.0 પર ચાલશે.

4

ઓપ્પો F3માં 5.5 ઈંચની ફુલ-એચડી ઈન-સેલ આઈપીએસ ટીએફટી ડિસ્પલે મળસે. ડિસ્પલેની પિક્સલ ડેન્સિટી 401 પિક્સલ પ્રતિ ઈંચની છે. સ્ક્રીન 2.5D કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5ના પ્રોટેક્શન સાથે આવે છે.

5

ઓપ્પો F3 દિવાળી લિમિટેડ એડિશન ખરીદનારા ગ્રાહકોને ભારતીય ક્રિકેટ ટીમના ઓટોગ્રાફવાળું એક એક્સક્લૂઝીવ ક્રિકેટ બેટ પણ ગિફ્ટ તરીકે આપવામાં આવશે. આ સ્માર્ટફોનની અન્ય ખાસિયતો ઓરિઝિનલ વેરિયન્ટની જેમ જ છે.

6

નવી દિલ્હીઃ ચાઈનીઝ કંપની ઓપ્પોએ ચાલુ સપ્તાહે પોતાના એફ3 સ્માર્ટફોનનાં દિવાળી લિમિટેડ એડિશન લોન્ચ કર્યો હતો. શુક્રવારથી તેનું વેચાણ ભારતમાં શરૂ થઈ ગયું છે. કંપનીએ આ દિવાળી લિમિટેડ એડિશન સ્માર્ટપોનને ખાસ લાલ રંગમાં રજૂ કર્યો છે. ફોનનાં ઓનલાઈન વેચાણ માટે કંપનીએ અમેઝોન ઇન્ડિયા સાથે કરાર કર્યા છે. અહીં પર ફોન એક્સક્લૂસિવ રીતે વેચાણ માટે ઉપલબ્ધ હશે. ઉપરાંત તમે દેશભરમાં આવેલ ઓપ્પો રિટેલ સ્ટોરના માધ્યમથી પણ આ ફોન ખરીદી શકો છો. ઓપ્પો F3 દિવાળી એડિશન 64GB વેરિયન્ટ 18,990 રૂપિયામાં ખરીદી શકશો.

  • હોમ
  • ગેજેટ
  • Oppo F3ના દિવાળી લિમિટેડ એડિશનનું વેચાણ થયું શરૂ, અહીંથી ખરીદવા પર મળશે ફ્રીમાં ક્રિકેટ બેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.