આ કંપનીએ સસ્તી કિંમતમાં લોન્ચ કર્યો ફેસ અનલોક ફીચર સ્માર્ટફોન, જાણો ફીચર્સ
ડ્યૂઅલ સિમ ધરાવતા પેનાસોનિક પી95 એન્ડ્રોઇડ 7.1.2 નૂગા પર ચાલે છે. ફોનમાં 4 જી વીઓએલટીઇ સિવાય Wi Fi, બ્લૂટૂથ 4.1, જી.પી.એસ. અને એફએમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનમાં એક્સેલરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર પણ છે. ફોનને પાવર આપવા માટે 2300 એમએચની બેટરી છે. સ્માર્ટફોનનું ડાયમેશન 141×70.5×7.95 મિલીમીટર અને વજન 164 ગ્રામ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોટોગ્રાફી માટે પેનાસોનિક પી95માં રીઅર 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે જે ઓટો ફોકસ અને LED ફ્લેશ સાથે આવે છે. સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
પેનાસોનિક પી95માં 5 ઇંચ એચડી (720×1280 પિક્સેલ) ડિસ્પ્લે છે. સ્માર્ટફોનમાં ક્વાડ કોર સ્નેપડ્રેગન 210 પ્રોસેસર છે જે 1.3 ગીગાહર્ટ્ઝ પર ચાલે છે. તેમાં 1 જીબી રેમ છે. ફોનમાં 16 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારવામાં આવી શકે છે.
પેનાસોનિક પી95 4જી વીઓએલટીઈ સપોર્ટ કરે છે. આ ફોનમાં ‘ઝીરો શટર લેગ’ છે, જેનો અર્થ થાય છે કે ફોટાઓ તરત જ ક્લિક થઇ જાય છે. આમાં પ્રેશન્સલ મોડ છે જે એક્સપોઝરને કન્ટ્રોલ કરે છે અને તેમાં રેડ આઈ રેડક્શન ફીચર પણ છે. કંપનીએ દાવો કર્યો છે કે ઓટો સીન ડિટેક્શન મોડ દ્વારા ફોનનાં બેકગ્રાઉન્ડ કન્ડિશન્સને ઓટોમેટિક એડજસ્ટ કરે છે. ખાસ બાબત એ છે કે એન્ટ્રી લેવલના ભાવમાં આ સ્માર્ટફોન ફેસ અને વોઇસ રેકોર્ડિંગ ફીચર સાથે આવે છે.
નવી દિલ્હીઃ પેનાસોનિકે સોમવારે ભારતમાં પોતાનો પીસીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન પી95 લોન્ચ કર્યો છે. પેનાસોનિક પી95ની કિંમત 4999 રૂપિયા રાખવામાં આવી છે પરંતુ ફ્લિપકાર્ટના બિગ શોપિંગ ડેઝ સેલમાં આ ફોન ડિસ્કાઉન્ટની સાથે 3999 રૂપિયામાં ઉપલબ્ધ હશે. ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડેઝ 13થી 16 મે સુધી ચાલશે. ફોનને બ્લૂ, ગોલ્ડ અને ડાર્ક ગ્રે કલર વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમત સાથે, પેનાસોનિક પી95 શાઓમી રેડી 5એ જેવા અનેક અન્ય હેન્ડસેટને પડકાર આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -