પેટીએમનો Goole Pay પર આરોપ, યૂઝર્સના ડેટા અન્ય કંપનીઓ સાથે કરે છે શેર
ઉલ્લેખનીય છે કે, વૉટ્સએપ ભારતમાં પેમેન્ટ સર્વિસ લોન્ચ કરવાની ટ્રાયલ શરૂ કરી ચૂક્યું છે. ત્યારે પેટીએમએ વૉટ્સએપ પેમેન્ટ પર પણ નિશાન સાધ્યું હતું. પેટીએમ પ્રમાણે વૉટ્સએપ પેમેન્ટ સર્વિસ સિક્યોર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈટી ના એક રિપોર્ટ પ્રમાણે પેટીએમએ એનપીસીઆઈને લખેલા પત્રમાં કહ્યું છે કે, ‘ગૂગલ પે અનરેગ્યૂલેટેડ પ્લેટફોર્મ છે. જ્યાં તેમના કસ્ટમર ડેટાના પૈસા માટે ઉપયોગ કરવાની સંભાવના છે. જે યૂઝર પ્રાઈવસી પર એકેટ છે.’ પેટીએમએ આ પણ કહ્યું કે ગૂગલ યૂઝરનો ડેટા ભારત બહાર સ્ટોર કરી રહ્યું છે અને અન્ય કંપનીને શેર કરી રહ્યું છે જે ડેટા સુરક્ષા લઈને સવાલ ઊભા કરે છે.
પેટીએમની આ નોટિસ બાદ એનપીસીઆઈના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર દિલીપ આસ્બેએ કહ્યું કે, ગૂગલ પે પોતાની પોલિસી અંતર્ગત યૂઝરના પર્સનલ ડેટા ગૂગલ ગ્રુપની કંપનીઓ સાથે શેર કરે છે તો તે ચિંતાજનક છે. કારણ કે તેમાં થર્ડ પાર્ટી કંપનીઓ પણ શામેલ છે. ગૂગલ પાસે પહેલેથીજ આપણા સોશિયલ ડેટા છે અને તે આપણા પેમેન્ટ ડેટા પણ એક્સેસ કરી રહ્યા છે. જેનાથી પૈસા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. તેનાથી ભારતીય યૂઝરની પ્રાઇવસી અને દેશની સુરક્ષા પર પણ અસર પડશે.
પેટીએમ એ ગૂગલ પેમેન્ટ સિસ્ટમની પ્રાઇવસી પોલિસી અંગે કહ્યું કે, ગૂગલ ભારતીય યૂઝર્સના પેમેન્ટ ડેટા થર્ડ પાર્ટી સાથે શેર કરી રહ્યા છે..
ભારતની સૌથી મોટી પેમેન્ટ કંપની પેટીએમ એ વોટ્સએપ બાદ હવે ગૂગલ પર નિશાન સાધ્યું છે. પેટીએમ કંપનીએ Google Pay પર આરોપ લગાવ્યો છે કે, ગૂગલની પ્રાઈવેસી પોલિસીમાં ગડબડી છે અને તેનાથી ભારતીય કસ્ટમરના પેમેન્ટ ડેટા ગૂગલ એફિલિએટ કંપની અને થર્ડ પાર્ટી યૂઝર્સને મળે છે. પેટીએમએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એનપીસીઆઈ)ને ગૂગલ પેમેન્ટ સિસ્ટમ ગૂગલ પે ના પ્રાઇવસીને મામલે તપાસ કરવા કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -