ભારતમાં iPhone XS અને iPhone XS Max માટે શરુ થયો પ્રી-ઓર્ડર, જાણો ક્યાંથી કરી શકાશે રજિસ્ટ્રેશન
ગ્રાહકો આ કંપનીઓની વેબસાઇટ પર જઇને પ્રી-ઓર્ડર કરી શકે છે. પ્રી-ઓર્ડર કરાવવા માટે તમારે પુરા પૈસા આપવા પડશે. જોકે અહીં તમને EMIનો ઓપ્શન પણ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિંમતની વાત કરીએ તો iPhone Xsના 64GB વેરિએન્ટની કિંમત 99,900 રૂપિયા છે, જ્યારે 256GB મૉડલ 1,14,900 રૂપિયામાં મળશે.
512GB મૉડલ 1,34,900 રૂપિયામાં મળે. iPhone Xs Maxના 64GB વેરિએન્ટની કિંમત 1,09,900 રૂપિયા છે, જ્યારે 256GB તમને 1,24,900 રૂપિયામાં મળશે. ટૉપ મૉડલ એટલે કે અત્યાર સુધીનું સૌથી મોંઘુ iPhone Xs Maxનું ટૉપ મૉડલ છે જેની કિંમત 1,44,900 રૂપિયા છે.
આ બન્ને આઇફોન ડ્યૂલ સિમ ફિચર વાળા છે, એરટેલ અને જિઓ જ ભારતની એવી ટેલિકૉમ કંપનીઓ છે જે eSIMની સર્વિસ આપે છે. એટલા માટે એક સિમ પહેલાથી તમને ઇનબિલ્ટ મળશે. આ સ્માર્ટફોન્સ ત્રણ મેમરી વેરિએન્ટમાં અવેલેબેલ થશે– 64GB, 256GB और 512GB.
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલના નવા આઇફોન્સ – iPhone Xs અને iPhone Xs Maxનું વેચાણ ભારતમાં 28 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યુ છે. આ પહેલા એરટેલ અને રિલાયન્સ જિઓએ આ બન્ને મૉડલ્સ માટે પ્રી-ઓર્ડર લેવાનું શરૂ કરી દીધુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -