નવી દિલ્હી: રિઅલમીએ બજેટ સ્માર્ટફોન સેગેમેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન Realme 5i ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં ચાર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનને 4GB+64GB વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Realme 5i રિયરમાં ચાર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 12 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, જ્યારે 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ એંગલ, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલના ડેપ્થ ઈફેક્ટ કેમેરા લેન્ચ છે. જ્યારે સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. ફોનની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 8,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનની પ્રથમ સેલ 15 જાન્યુઆરીથી શરૂ થશે.
ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 665 એસઓસી પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઈડ 9 પાઈ પર બેઝ઼્ડ ColorOS 6.0.1 પર ચાલે છે. બેટરી 5000mAh આપવામાં આવી છે સાથે 10 વૉટનુ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે.
ફોનમાં6.5 ઇંચ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 720x1600 પિક્સલ છે. તેની સાથે ડિસ્પ્લે મિની ડ્રોપ ફુલ સ્ક્રીન ડિઝાઈનમાં આવે છે. ડિસ્પ્લેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તેની સાથે સેફ્ટી માટે રિયર પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
આ ફોન બે કલર ઓપ્શનમાં છે.
ચાર રિયર કેમેરા અને 5000mAhની બેટરી સાથે Realme 5i ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
abpasmita.in
Updated at:
09 Jan 2020 06:57 PM (IST)
આ ફોનને 4GB+64GB વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે ક્વાલકૉમ સ્નેપડ્રેગન 665 એસઓસી પ્રોસેસર આપવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -