નવી દિલ્હી: ઓપ્પો જલ્દીજ પોતાનો નવો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઈ રહ્યું છે. કંપની 16 જાન્યુઆરીએ Oppo F15ને લૉન્ચ કરશે. જેની જાણકારી એમેઝોન પર એક ટીઝર દ્વારા આપી છે. આ ટીઝરમાં ફોનનાં લોન્ચિંગ, કેમેરા સેટઅપ અને બેટરી વિશે માહિતી આપવામાં આવી છે.
ટીઝર અનુસાર, આ Oppo F15 સ્માર્ટફોનમાં ચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. તેમાં AI સપોર્ટ કરતો 48MPનો પ્રાઈમરી કેમેરા લેન્સ મળશે. ફોનમાં ડ્યુઅલ LED ફ્લેશ લાઇટ્સ મળશે. જોકે ચાર રિઅર કેમેરામાં અન્ય 3 કેમેરા લેન્સ કેટલા મેગાપિક્સલના હશે તેની કોઈ માહિતી આપી નથી.
કંપનીએ જણાવ્યું કે Oppo F15માં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સાથે આ ફોનમાં VOOC ફ્લેશ ચાર્જ 3.0 ચાર્જિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે. ઓપ્પોના તમામ ફોન પોતાના શાનદાર કેમેરાના કારણે ઓળખાય છે.
ફોનમાં 8GBની રેમ આપવામાં આવશે, જોકે ફોનમાં કેટલું સ્ટોરેજ આપવામાં આવશે અને ફોનને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તે વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી. ફોનના સ્પેસિફિકેશન અંગે 16 જાન્યુઆરીએ લૉન્ચ થયા બાદ ખબર પડશે.