JIOનો 999 રૂપિયાનો મોબાઈલ આજે થશે લોન્ચ, જાણો ક્યાંથી અને કેવી રીતે મળશે
જ્યારે 1499 રૂપિયાવાળા મોડલની વાત કરીએ તો તેના વિશે હાલમાં વધારે જાણકારી નથી. તેમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરા હસે અને તેની બેટરી 2300mAHની હશે. આ તમામ જાણકારી જિયો કેયર ડોટ નેટ પર આપવામાં આવી છે. જિયોના ફીચર ફોન વિશે અને ઘણાં દિવસોથી અટકળો ચાલતી હતી. પરંતુ હવે જિયો કેર પર મળેલ અપડેટ અનુસાર કહી શકાય કે આ ફોન આજે (3 માર્ચ)ના રોજ લોન્ચ થશે. 1 એપ્રિલથી જિયોના 99 રૂપિયાવાળા મેમ્બરશિપ પ્લાન શરૂ થઈ જશે.
આ ફોનમાં વાઈફાઈ પણ હશે. સાથે જ સૌથી ખાસ વાત એ હશે કે તેમાં 8જીબીની ઇન્ટરનલ મેમેરી હશે. આ એક ફીચર ફોન છે માટે તે એન્ડ્રોઈડ નહીં હોય. તેમાં 1800 એમએએફની બેટરી આપવામાં આવી છે. જિયોના આ ફોનમાં યૂઝર સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો પણ ઉપયોગ કરી શકશે.
આ બન્ને ફોન કીપેડવાળા હશે. તે ટચસ્ક્રીન નહીં હોય. જો 999 રૂપિયાવાળા ફોનની વાત કરીએ તો તેમાં 2 મેગાપિક્સલનો રિયર કેમેરા હશે સાથે જ સેલ્ફી માટે તેમાં વીજીએ કેમેરા આપવામાં આવ્યો છે. હાલમાં મળતા અહેવાલ અનુસાર આ ફોન જિયોના જ 4જી નેટવર્કને સપોર્ટ કરશે.
જિઓ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં જબરદસ્ત પકડ બનાવવા માગે છે. હજુ ભારતમાં જિઓના 26 કરોડથી વધુ કસ્ટમર્સ છે. જિઓ પોતાની પહોંચ વધારવા માગે છે. આ ફોન આવવાથી જિઓના કસ્ટમર્સમાં અનેકગણો વધારો થશે એ વાત નક્કી છે.
જિઓના ફિચર ફોન વિશે કેટલાય દિવસોથી રિપોર્ટ્સ આવી રહ્યાં હતા, પણ હવે જિઓ કેર પર મળેલા અપડેટ પરથી એવુ લાગે છે કે આ ફોન 3 માર્ચે જ લૉન્ચ થશે.
1 એપ્રિલથી જિઓનો 99 રૂપિયાવાળો મેમ્બરશિપ પ્લાન શરૂ થઇ જશે. આવામાં આ ફોન લૉન્ચ થવાથી યૂઝર્સને 4G ફોન લેવા અને 4G સર્વિસ શરૂ કરવી આસાન થઇ જશે.
હજુ પણ ઘણા લોકો એવા છે જેમની પાસે 4G સપોર્ટ ફોન નથી આવા લોકો માટે આ બેસ્ટ ઓપ્શન બની શકે છે. જિઓનો આ ફિચર ફોન 3 માર્ચે લૉન્ચ થશે અને તેનો સેલ પણ 3 માર્ચે જિઓ સ્ટૉર વેબસાઇટ પર થશે.
નવી દિલ્હીઃ Reliance Jio આજે (3 માર્ચ)ના રોજ પોતાના બે ફીચર ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ બન્ને ફોન 4જી હશે. જો તમે આ ફોન ખરીદવા માગતા હોય તો તમે આને ફ્લિપકાર્ટ, અમેઝોન અને જિઓ સ્ટૉર પરથી ખરીદી શકો છો. 3 માર્ચે આ ફોનનું સેલ થશે, ફોનની લોકપ્રિયતાને જોઇને કહી શકાય કે ફોન આઉટ ઓફ સ્ટૉક થઇ શકે છે, એટલે જલ્દી બુક કરાવવો પડશે.