રિલાયન્સ JIO શરૂ કરશે નવી સર્વિસ, વિદેશી પ્રવાસીઓને થશે મોટો લાભ, જાણો વિગત
જિયોની આ સર્વિસથી આંતરાષ્ટ્રીય પ્રવાસીઓને ભારતમાં જીયોના વર્લ્ડ ક્લાસ નેટવર્કનો ફાયદો મળશે, ટ્રાઇના માયસ્પીડના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ જીયો સતત 20 મહિનાથી દેશનું સૌથી ઝડપી નેટવર્ક બનેલું છે. સપ્ટેમ્બર 2018માં જીયોની મહત્તમ ડાઉનલોડ સ્પીડ 20.6 એમબીપીએસ નોંધવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ Jioએ મંગળવારે VOLTE બેઝ્ડ ઇન્ટરનેશનલ રોમિંગ (ઇનબાઉન્ડ)સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સેવા ભારત અને જાપાન વચ્ચે શરૂ કરવામાં આવશે. જીયો આ સુવિધા આપનારું દેશનું પ્રથમ 4G નેટવર્ક બની ગયું છે.
આ નવી સર્વિસનો ફાયદો જાપાનથી ભારત આવનારા ટૂરિસ્ટોને જ મળશે. જિયોની મદદથી પ્રવાસીઓ એચ ડી વોઇસ અને હાઇ સ્પીડ ડેટા એક્સેસ કરી શકશે.
જીયોએ આ સર્વિસ માટે જાપાનના મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર કેડીડીઆઇ સાથે હાથ મિલાવ્યો છે. રિલાયન્સ જીઓના માર્ક યાર્કોસ્કાઇએ કહ્યું કે રિલાયન્સ જીયો પોતાના યુઝર્સને ડેટા અને વોઇસની સૌથી સારી સુવિધા આપવા માટે પ્રતિબધ્ધ છે, અમે ભારત આવતા કેડીડીઆઇ કસ્ટમર્સને જીયો નેટવર્કમાં સ્વાગત કરીએ છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -