સેમસંગના ત્રણ કેમેરા વાળા સ્માર્ટફોન પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો
ફ્રન્ટ કેમેરામાં લાઈવ ફોકસ અને પ્રો લાઈટિંગ મોડ સપોર્ટ આપવામાં આવેલ છે જે સ્ટૂડિયો લાઈટિંગ, ફિલ્ટર્સ અને મોજી આપવામાં આવેલ છે. Galaxy A7માં 3,300 mAh બેટરી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોટોગ્રાફીમાટે Galaxy A7ના રિયરમાં ટ્રિપલ કેમેરા મોડ્યુલ આપવામાં આવેલ છે. જેમાંથી એઁક 24 મેગાપિક્સલ છે જેનું અપર્ચર f/1.7 છે અને બીજો 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ સેન્સર છે જેનું અપર્ચર f/2.4 છે. ત્રીજો કેમેરો ડેપ્થ સેન્સર છે જે 5 મેગાપિક્સલ છે તેનું અપર્ચર f/2.2 છે. સેલ્ફી માટે તેમાં સ્માર્ટફોન એલઈડી ફ્લેશ સાથે 24 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવેલ છે.
સેમસંગ ગેલેક્સી A7માં 6 ઈન્ચની ફુલ એચડી પ્લસ સુપર એમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોન સેમસંગ ઈન હાઉસ પ્રોસેસર ઓક્ટોકોર Exynos 7885 પર ચાલે છે. ડિસ્પ્લે એસ્પેક્ટ રેશિયો 18.5:9 છે. આ સ્માર્ટફોનમાં ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામાં આવેલી છે. ડિવાઈસમાં Android 8.0 Oreo આધારિત સેમસંગ એક્સપીરીયન્સ યૂઝર એન્ટરફેસ આપવામાં આવેલ છે.
નવી દિલ્હી: સેમસંગે પોતાના ખાસ ત્રણ રિયર કેમેરાવાળા સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. સેમસંગે સ્માર્ટફોન Galaxy A7 2018ની કિંમતમાં ઘટાડો કર્યો છે. સેમસંગે આ સ્માર્ટફોનના સપ્ટેમ્બર મહીનામાં બે વેરિયન્ટ લોન્ચ કર્યા હતા. 64GB વાળા વેરિયન્ટની કિંમત 23,990 રૂપિયા રાખવામાં આવી હતી તો 128GB વાળા વેરિયન્ટની કિંમત 28,990 રાખવામાં આવી હતી. હાલ આ ફોન પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફરનો લાભ 30 નવેમ્બર સુધી મળશે. આ ઓફરનો લાભ માત્ર રિટેલ સ્ટોર્સ પર મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -