4 રિયર કેમેરા સાથે Samsung Galaxy A9 આજે ભારતમાં થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
Galaxy A9માં 3800 MHAની બેટરી છે જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સાથે જ તેમાં કનેક્ટિવિટી માટે 4G વીઓએલટીઈ, બ્લૂટૂથ v5.0,યૂએસબી ટાઈપ-સી, એનએફસી અને 3.5 એમએમ હેડફોન જેક મળે છે. ફોનના પાવર બટનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. આ ફોન બબ્બલગમ પિંક, કૈવિયર બ્લેક અને લેમોનેડ બ્લૂ કલર વેરિયન્ટમાં મળશે. એક રિપોર્ટ્સ મુજબ, સેમસંગ ગેલેક્સી A9 2018ની ભારતમાં કિમંત 39000 રૂપિયા હશે.
સેમસંગ ગેલેક્સી A9 2018માં 4 રિયર કેમેરા છે જેમાં એક 24 મેગાપિક્સલ મુખ્ય લેન્સ છે જેનો અપર્ચર f/1.7 છે. બીજો લેન્સ 10 મેગાપિક્સલ ટેલીફોટો છે જેમાં 2x ઓપ્ટિકલ ઝૂમ મળે છે. ત્રીજો લેન્સ અલ્ટ્રા વાઈડ એંગલ વાળો છે અને ચોથો લેન્સ 5 મેગાપિક્સલ છે. ચાર કેમેરા એક જ લાઈનમાં ઉપર નીચે છે. જ્યારે ફ્રંટ કેમેરો 24 મેગાપિક્સલ છે.
નવી દિલ્હી: ત્રણ કેમેરાવાળો સ્માર્ટફોન ગેલેક્સી A7 2018 લોન્ચ કર્યા બાદ સેમસંગ આજે 20 નવેમ્બરે ભારતમાં ગેલેક્સી A9 2018 લોન્ચ કરી રહ્યું છે. ફોનનું લોન્ચિંગ ગુરૂગ્રામમાં આયોજીત એક ઈવેન્ટમાં બપોરે 12 વાગ્યે થશે. સેમસગ ગેલેક્સી A9માં 4 રિયર કેમેરા છે અને 1 ફ્રંટ કેમેરા છે. ફોનમાં 6.3 ઈંચની મોટી અને ઈનફિનિટી ડિસ્પ્લે આપવામાં આવી છે.
આ ફોનમાં ડ્યૂઅલ સિમ સપોર્ટ સાથે એન્ડ્રોઈડ ઓરિયો 8.1 અને 6.3 ઈંચની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે છે જેનું રિજોલ્યૂશન 1080x2280 પિક્સલ છે. આ સાથે જ ફોનમાં ક્વોલકોમ સ્નૈરડ્રૈગન 660 પ્રોસેસર, 8 GB રેમ અને 128 GB સુધીની સ્ટોરેજ મળશે જેને 512 GB સુધી મેમરી કાર્ડની મદદથી વધારી શકાશે.