સેમસંગે લૉન્ચ કર્યા ગેલેક્સી સીરીઝના આ 2 હાઇટેક સ્માર્ટફોન, જાણો શું છે કિંમત અને ખાસિયતો
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGalaxy J6 અને J8 સ્માર્ટફોન્સમાં ફેશિયલ રિકૉગ્નિશન ફિચર પણ આપવામાં આવ્યું છે. સાથે જ આમાં સેલ્ફી લેતી વખતે ફ્લેશ એક્સપૉઝરને સેટ પણ કરી શકો છો. આ સ્માર્ટફોન્સમાં એક ચેટ ઓવર વીડિયો ફિચર પણ અવેલેબલ છે, જેનાથી યૂઝર્સ વીડિયો જોતા જોતા પણ વૉટ્સએપ જેવી મેસેજિંગ એપ પર ચેટ કરી શકો છો.
આ સ્માર્ટફોનના બેકમાં ડ્યૂલ કેમરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પહેલો કેમેરો 16 મેગાપિક્લસનો અને બીજો કેમેરો 5 મેગાપિક્સલનો છે. વળી આના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરો અવેલેબલ છે. આ પણ બન્નેબાજુ LED ફ્લેશ અવેલેબલ છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આમાં 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS/ A-GPS, એક માઇક્રો-USB પોર્ટ અને એક 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યો છે.
હવે, Galaxy J8ની વાત કરીએ તો આમાં પણ ડ્યૂલ સિમ (નૈનો) સપોર્ટ આપવામાં આવ્યો છે અને આ એન્ડ્રોઇડ 8.0 ઓરિયો બેઝ્ડ સેમસંગ એક્સપીરિયાન્સ પર ચાલે છે. આમાં 18.5:9 રેશિયોની સાથે 6-ઇંચ ફૂલ -HD+ સુપર AMOLED 'ઇનફિનિટી ડિસ્પ્લે' આપવામાં આવી છે. આમાં 4GB રેમની સાથે ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 450 પ્રૉસેસર અવેલેબલ છે. આની ઇન્ટરનલ મેમરી 64GBની છે જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે.
કેમેરા સેક્શનની વાત કરીએ તો J6ના રિયરમાં 13 મેગાપિક્સલનો કેમેો આપવામાં આવ્યો છે. વળી, આના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો અવેલેબલ છે. બન્નેબાજુ LED ફ્લેશ પણ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે આમાં 4G VoLTE , Wi-Fi, બ્લૂટૂથ, GPS/ A-GPS અને એક 3.5mm હેડફોન જેક અવેલેબલ છે. આની બેટરી 3,000mAhની છે.
ડ્યૂલ સિમ (નૈનો) સપોર્ટ વાળા ગેલેક્સી જે6 એન્ડ્રોઇડ 8.0 ઓરિયો બેઝ્ડ સેમસંગ એક્સપીરિયન્સ પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં 18.5:9 રેશિયોની સાથે 5.6-ઇંચ HD+ સુપર AMOLED 'ઇનફિનિટી ડિસ્પ્લે' આપવામાં આવી છે. આમાં 3GB કે 4GB રેમની સાથે Exynos 7870 પ્રૉસેસર આપવામાં આવ્યું છે. આની ઇન્ટરનલ મેમરી 32GB કે 64GB ઓપ્શનમાં આપવામાં આવી છે, જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે.
Galaxy J6નું વેચાણ 22 મેએ પેટીએમ મૉલ, સેમસંગ ઇન્ડિયા ઇ-સ્ટૉર અને ફ્લિપકાર્ટ પર ઓનલાઇન કરવામાં આવશે. વળી આને સેમસંગ રિટેલ સ્ટૉર પરથી મેળવી શકાશે. Galaxy J8નું વેચાણ 20 જૂનથી કરવામાં આવશે. પેટીએમ મૉલથી ખરીદી કરનારા ગ્રાહકોને 1,500 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. એટલું જ નહીં કેશબેક ICICI ક્રેડિટ કાર્ડ પર પણ આપવામાં આવશે.
નવી દિલ્હીઃ સેમસંગે ભારતમાં બે નવા મીડરેન્જ સ્માર્ટફોન્સ Galaxy J6 અને Galaxy J8ને લૉન્ચ કરી દીધા છે. J8 ને માત્ર 4GB રેમ વેરિએન્ટમાં જ ઉતાર્યો છે અને આની કિંમત 18,990 રૂપિયા રાખવામાં આવી છે. વળી, Galaxy J6 ને 3GB અને 4GB વાળા વેરિએન્ટમાં ઉતારવામાં આવ્યો છે. આની કિંમત ક્રમશઃ 13,990 રૂપિયા અને 16,490 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકોને આ સ્માર્ટફોન્સ બ્લૂ, બ્લેક અને ગોલ્ડ કલર વેરિએન્ટમાં અવેલેબલ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -