13,000 રૂપિયા સસ્તો થયો સેમસંગનો આ હાઇટેક ફોન, ફિચર્સ છે અદભૂત, જાણો વિગતે
ફોનના ફિચર્સની વાત કરીએ તો આમાં ડ્યૂલ-સિમ સપોર્ટ છે. ઉપરાંત આમાં એન્ડ્રોઇડ 7.1.1 નૉગટ, 6.3 ઇંચની ક્વાડએચડી+ સુપર એમોલેડ ડિસ્પ્લે છે. આમાં એક્સીનૉસ 8895 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.
ફોનમાં 6જીબી રેમ અને 64જીબી સ્ટૉરેજ છે, જેને 256જીબી સુધી વધારી શકાય છે. આ ફોન મિડનાઇટ બ્લેક, મેપલ ગૉલ્ડ અને ઓર્ચિડ ગ્રે કલર વેરિએન્ટમાં અવેલેબલ છે. ફોનમાં 3300mAhની બેટરી આપવામાં આવી છે.
ઉપરાંત ફોનમાં ડ્યૂલ રિયર કેમેરા છે જેમાં 12 મેગાપિક્સલનો રિયર બે સેન્સર સાથે અવેલેબલ છે, જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશનને સપોર્ટ કરે છે. વળી, ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ સેમસંગે પોતાના ચાર સ્માર્ટફોન્સની કિંમતમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. સેમસંગે ગેલેક્સી નોટ 8ની કિંમત 13 હજાર રૂપિયા ઘટાડી દીધી છે. આ ઘટાડા બાદ ફોન હવે માત્ર 42,990 રૂપિયામાં મળી રહ્યો છે. પહેલા આની કિંમત 55990 હતી.