Samsung Galaxy Note 8 ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
કંપની એક વાયરલેસ ચાર્જર અને એક વારની સ્ક્રીન રિપ્લેસમેન્ટની વોરંટી આપી રહી છે.
ફોનનું પ્રી-બુકિંગ આજથી શરુ થશે. ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 67,900 રાખવામાં આવી છે. 21 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.
6જીબી રેમ અને 64જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ મળશે. આ સિવાય 256 જીબી સુધીનો માઈક્રો એસડી કાર્ડનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે.
ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર સાથે 6GB રેમ આપવામાં આવી છે. ભારતીય માર્કેટમાં સેમસંગ પોતાના એક્સિનૉસ પ્રોસેસર સાથે આ ડિવાઈસ ઉતારશે.
ડિવાઈસની બેટરી 3300mAh છે. ગેલેક્સી નોટ 7.1.1 નૂગા પર રન કરે છે. આ ફોન વાયરસેલ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે.
ફ્રંટમાં 8 મેગાપિક્સલ કેમેરા છે.
આ ફોનમાં 12 મેગાપિક્સલના બે બેક કેમેરા આપવામાં આવ્યા છે, જે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબલાઈઝેશનને સપોર્ટ કરે છે.
સેમસંગ ગેલેક્સી નોટ 8માં 6.3 ઈંચનું ક્વૉડ HD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ગેલેક્સી 8 અને ગેલેક્સી S8 plusની જેમ આમાં પણ ઈનફિનિટી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.
સેમસંગે ભારતમાં પોતોનો ફ્લેગશિપ નોટ સ્માર્ટફોન ગેલેક્સી નોટ 8 લોન્ચ કર્યો છે. તેનું પ્રી-બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે અને 21 સપ્ટેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ હશે. જ્યારે, ઓફર્સની વાત કરીએ તો એચડીએફસી ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનાર ગ્રાહકોને 4,000 રૂપિયાનું કેશબેક પણ મળશે. એટલું જ નહીં ગ્રાહકોને 448 જીબી સુધી જિઓનો એક્સ્ટ્રા ડેટા પણ મળશે. આગળ વાંચો તેના ફીચર્સ અને ભારતમાં તેની કિંમત કેટલી રહેશે....