Samsung Galaxy On8 ભારતીય બજારમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
સેમસંગ ગેલેક્સી ઑન8માં 6 ઈંચનો સુપર એમોલેડ ઇનફિનિટી ડિસ્પ્લે છે જેનો આસ્પેક્ટ રેશિયો 18:5:9 છે. ફોનમાં પૉલીકાર્બોનેટ યૂનીબૉડી ડિવાઈસ છે. સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 450 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 4જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે જેને 256 જીબી સુધી એસડી કાર્ડથી વધારી શકાય છે. આ ફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર ચાલશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ આપેલી જાણકારી મુજબ ફોનનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સથી સજ્જ છે. રિયર કેમેરા સેમસંગના લાઈફ ફોકસ ફીચરની સાથે આવે છે. આ ફીચરની મદદથી યૂઝર બેકગ્રાઉન્ડને બ્લર કરી શકે છે.
કેમેરામાં બેકગ્રાઉન્ડ બ્લર શેપ, પોટ્રેટ ડૉલી અને પ્રોટ્રેટ બેકડ્રોપ જેવા ફીચર આપવામાં આવ્યા છે. આ ફોનમાં સેમસંગ મૉલ અને ચેટ ઓવર વીડિયો જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ સંમસંગે ભારતમાં પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે. પોતાના ઓનલાઈન એક્સક્લુસિવ પોર્ટપોલિયોનું વિસ્તરણ કરતાં સેમસંગ ઇન્ડિયાએ બુધવારે ગેલેક્સની ઓન8 સ્માર્ટફોન ભારતીય બજારમાં 16999 રૂપિયામાં લોન્ચ કર્યો છે. આ ડિવાઈસ ફ્લિપકાર્ટ અને સેમસંગની ઓનલાઈન શોપ પર 6 ઓગસ્ટના રોજ ઉપલબ્ધ થશે.
સેમસંગ ગેલેક્સી ઑન 8માં ડ્યુઅલ રિયર કેમેરા છે. પ્રાઈમરી સેન્સર 16 મેગાપિક્સલનું છે જે એફ/1.7 અપર્ચર વાળું છે અને સેકન્ડરી સેંસર 5 મેગાપિક્સલનું છે અને તેનું અપાર્ચર એફ/1.9 છે. જ્યારે ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 3500mAhની બેટરી આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -