ચાર દિવસ બાદ સેમસંગ લૉન્ચ કરશે 4 કેમેરાવાળો આ ખાસ ફોન, જાણી લો શું હશે કિંમત ને ફિચર્સ
ફોનની બેટરીની વાત કરીએ તો આમાં 3800mAhની બેટરી છે. કનેક્ટિવિટીના મામલે ફોનમાં યુએસબી ટાઇપ સી પોર્ટ અને 3.5mmનો હેડફોન જેક આપવામાં આવ્યો છે. સૉફ્ટવેર મામલે ફોન એન્ડ્રોઇડ 8.0 ઓરિયો પર કામ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 660 SoCનો યૂઝ કરવામાં આવ્યો છે, જે 8જીબી રેમની સાથે આવે છે. ફોનમાં 128જીબીનું ઓનબોર્ડ સ્ટૉરેજ છે જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 512જીબી સુધી વધારી શકાય છે. સિક્યૉરિટીને લઇને ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સરની સુવિધા આપવામાં આવી છે, સાથે ફેસ અનલૉક પણ છે.
ફોનના સ્પેશિફિકેશન એકદમ જબરદસ્ત છે.... કંપનીએ ફોનમાં 6.3 ઇંચની એમોલેડ ડિસ્પ્લે આપી છે જે 2220×1080 પિક્સલ રિઝોલ્યૂશન અને 18:5:9ના ઓસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે.
ફોનની ખાસ વાત આમાં રહેલા ચાર કેમેરા છે. લૉન્ચિંગ ઇવેન્ટનુ આયોજન 20 નવેમ્બરે દિલ્હીમાં કરવામાં આવ્યુ છે. હાલમાં સેમસંગનો આ ખાસ સ્માર્ટફોન અમેઝોન ઇન્ડિયાની મદદથી વેચવામાં આવશે, તો વળી નૉટિફાઇ મી પેજ પણ આ દરમિયાન લાઇવ થશે. ફ્લિપકાર્ટે પણ આ ફોનની ટીઝર ઇમેજ પૉસ્ટ કરી દીધી છે. કિંમતની વાત કરીએ તો આ ફોનની કિંમત 35,000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે.
નવી દિલ્હીઃ ત્રણ કેમેરા વાળો Galaxy A7 (2018)ને લૉન્ચ કર્યા બાદ હવે સેમસંગે પોતાના ફ્લેગશિપ એટલે Galaxy A9ને 2018માં મલેશિયાની એક ઇવેન્ટમાં લૉન્ચ કર્યો. હવે કંપની આ સ્પેશ્યલ ફોનને આગામી ચાર દિવસ બાદ ભારતમાં લૉન્ચ કરવા જઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -