SCના આદેશ છતાં સિમ જારી કરવામાં આધારનો ઉપયોગ કરી રહી છે ટેલીકોમ કંપનીઓ
યુઆઈડીએઆઈએ ટેલીકોમ કંપનીઓને લેખીતમાં જાણકારી આપી હતી કે, આધારનો ઉપયોગ મોબાઈલ કનેક્શન અને વેરિફાઈ માટે નહીં કરી શકાય. આ આપવામાં આવેલ આદેશમાં સુપ્રીમ કોર્ટના આદેશને પણ ટાંકવામાં આવ્યો હતો. યૂઆઈડીએઆઈનું કહેવું છે કે, જો અમને યોગ્ય સમયે જાણકારી આપવામાં નહીં આવે તો નોટિસ વગર જ સેવાઓ ખત્મ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીના પ્રતિનિધિઓનું કહેવું છે કે, જ્યાં સુધી સરકાર તેને પ્રતિબંધિત નહીં કરે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે યૂઆઈડીએઆઈના અધિકારીનું કહેવું છે કે, ડીઓટીએ આ મુદ્દે સમાધાન લાવવું પડશે કારણ કે તેમણે પહેલા જ આ મામલે ચેતવણી આપી હતી.
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓ સુપ્રીમ કોર્ટે ના પાડી હોવા છતાં સિમ જારી કરવા માટે કેવાઈસીમાં આધારનો ઉપયોગ કરી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર પેપરવર્કનો સમય બચાવવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેલીકોમ કંપનીઓનું કહેવું છે કે, આધાર દ્વારા ગ્રાહકોને સરળતાથી સીમ મળી જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -