Jio યૂઝર્સ જાણી લે આ મહત્ત્વની વાત, નહીં તો 15 એપ્રિલ બાદ બંધ થઈ શકે છે તમારા નંબરની સર્વિસ!
તમને જણાવીએ કે, જે યૂઝર્સ 15 એપ્રિલ સુધી પોતાનું પ્રથમ રીચાર્જ નહીં કરાવે તેનો નંબર પર ચાલુ સર્વિસ એક નિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવશે.
જે યૂઝર્સે પ્રાઈમ મેમ્બરશિપ લઈ લીધી હતી પરંતુ 303 રૂપિયાનું રીચાર્જ કરાવ્યો નથી તે પણ હવે ધન ધના ધન ઓફરનો લાભ લઈ શકે છે. તેમણે માત્ર 309 અને 509 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે.
જો તમે જિઓ યૂઝર છો અને પહેલા જ 99+303નું રીચાર્જ કરાવી ચૂક્યા છે તો તમારે કોઈ રીચાર્જ કરાવવાની જરૂરત નથી. સાથે જ 30 જૂન સુધી સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ મળતો રહેશે.
જિઓએ ધન ધના ધન ઓફરનો લાભ પ્રાઈમ મેમ્બર અને નોન પ્રાઈમ મેમ્બર લઈ શકે છે. જિઓની આ ઓફરનો લાભ લેવા માટે તમારે 408 રૂપિયાનું રીચાર્જ કરાવવું પડશે. આ રીચાર્જ બાદ યૂઝર્સને 84 દિવસ સુધી 1 જીબી ડેટા મળશે. જ્યારે જો તમે 608 રૂપિયાનું રીચાર્જ કરાવો છો તો તમને 84 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટા મળશે.
નવી દિલ્હીઃ ટ્રાઈના આદેશ બાદ જિઓએ પોતાની સમર સરપ્રાઈઝ ઓફર પરત લઈ લીધી હતી. જિઓએ હવે પોતાના યૂઝર્સને એક અન્ય ભેટ આપતા નવી ઓફર ધન ધના ધનની જાહેરાત કરી છે. આ ઓફરનો લાભ લેવા માટે તમારે કેટલી વાત જાણવી ખૂબ જ જરૂરી છે. વાંચો આગળની સ્લાઈડ્સમાં કેવી રીતે ઉઠાવશો ધન ધના ધન ઓફરનો લાભ...