WhatsApp પર ડિલીટ કરેલા મેસેજ પણ તમે વાંચી શકો છો, જાણો કેવી રીતે
WhatsApp હાલમાં જ એક એવું ફીચર લોન્ચ કર્યું છે જે અંતર્ગત મોકલવામાં આવેલ મેસેજ પરત ખેંચી શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ ડીલિટ કરવાનો ઓપ્શન આપે છે જેનાથી સેન્ડર અને રિસીવર બન્ને બાજુથી મેસેજ ડલીટ થઈ શકે છે. પરંતુ એક રીત છે જેનાથી ડિલીટ કરવામાં આવેલ મેસેજ પણ તમો જોઈ શકો છો. તેને બેકડોર અથવા વ્હોટ્સએપની ખામી પણ કહી શકાય.
સ્પેનની એન્ડ્રોઈડ બ્લોગ એન્ડ્રોઈડ જેફેના મતે સોફ્ટવેયર દ્વારા ડિલીટ કરેલા વોટસ્એપના મેસેજ કલાકો સુધી વાંચી શકાય છે. આ રિપોર્ટમાં કહ્યું છે કે ‘અમે જાણ્યું છે કે મેસેજ એન્ડ્રોઈડ સિસ્ટમના નોટિફકેશન રજિસ્ટરમાં સ્ટોર રહે છે. એટલા માટે ડિલીટ થયેલા મેસેજ પણ તમે વાંચી શકો છો.’
બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે નોટિફિકેશન હિસ્ટ્રી નામની એક થર્ડ પાર્ટી એપ છે જે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તેની મદદથી નોટિફિકેશન હિસ્ટ્રી સેટિંગ્સથી વોટ્સએપ નોટિફકેશન રિકવર કરી મેસેજ વાંચી શકાય છે.
આ એપ ઈન્સ્ટોલ કર્યા બાદ મોબાઈલ પર આવતા નોટિફિકેશન સાથે એક એડવાન્સ ઓપ્શન મળશે. અહીં ટેપ કરી તમે નોટિફિકેશનના કોન્ટેટને વાંચી શકો છો. જો મોકલનારા વોટ્સએપ મેસેજ ડિલીટ કરી દીધો હશે તો પણ તમે તે મેસેજ વાંચી શકો છો.
જો તમે ફોન એક વખત રિસ્ટાર્ટ કરી દીધો તો તમે વોટ્સએપમાં ડિલીટ કરેલા મેસેજ નહીં વાંચી શકો. આ એપમાં તમે મેસેજના પહેલા 100 કેરક્ટર બાદના મેસેજને રિકવર કરી શકાતો નથી.