Valentine’s Day Offer: માત્ર 15,000 રૂપિયામાં મળી રહ્યા છે iPhone, iPad
HDFC બેન્કના ગ્રાહકોને 25000 કિંમતવાળો iPad 9.7 Wi-Fi મૉડલ 15000માં મળી રહેશે. આ મૉડલમાં 32 જીબી સ્ટોરેજ કેપેસીટી છે. જો આઇફોનની વાત કરીએં તો iPhone SEની કિંમત 22000 છે, જે કેશબેક બાદ 15000માં મળી રહ્યો છે. આવી જ રીતે iPhone 6 તમને 20,000માં પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વેલેન્ટાઈન્લ ડે નજીક છે ત્યારે પ્રેમી યુગલ એક બીજાને ખુશ કરવા અનેક તરકીબો અપનાવતા હોય છે. વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે એપલના ડિવાઇઝ પર જબરદસ્ત ઑફર મળી રહી છે. સિલેક્ટેડ iPhone અને iPad મૉડલ પર એચડીએફસી બેન્ક શાનદાર ઑફર આપી રહી છે.
આ ઑફર અંતર્ગત અધિકૃત ડિલર્સ પાસેથી એપલના ડિવાઇઝ ખરીદવા પર HDFC બેન્કના કાર્ડ્સ પર 10,000 રૂપિયા સુધીનુ કેશબેક મળશે. માત્ર EMI ટ્રાન્ઝેક્શન પર જ આ ઑફર માન્ય છે.
બેંકની ઑફર અંતર્ગત અધિકૃત ડિલર્સ પાસેથી એપલના ડિવાઇઝ ખરીદવા પર HDFC બેન્કના કાર્ડ્સ પર 10,000 રૂપિયા સુધીનુ કેશબેક મળશે. માત્ર EMI ટ્રાન્ઝેક્શન પર જ આ ઑફર માન્ય છે.
એચડીએફસી બેન્ક ઑફર નીચેથી iPad, iPad Mini 4 અને iPad Pro હફ્તે ખરીદવા પર 10 હજારનું કેશબેક મળશે. આ ઑફર હેઠળ iPhone 6 અને iPhone SE પણ ખરીદી શકશો. જો કે આઇફોનના આ બંને મૉડલ પર 7000 રૂપિયાનું કેશબેક મળશે. 14 ફેબ્રુઆરી સુધીમાં આ ઑફરનો લાભ ઉઠાવી શકશો.
જો તમે આઇફોન ડિવાઇઝને ઓનલાઇન ખરીદી રહ્યા હો તો ફ્લિપકાર્ટ અને એમેઝોન પર iPhone SE 19999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. બંને ઇ કોમર્સ વેબસાઇટ પર એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે. એમેઝોન 15652 રૂપિયાની એક્સચેન્જ ઑફર આપી રહ્યું છે જ્યારે ફ્લિપકાર્ટ 18000 રૂપિયાની એક્સચેન્જ ઑફર આપી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -