આ ફોન ખરીદવા પર હેલીકોપ્ટરથી હોમ ડિલીવરી થશે, જાણો શું છે ફીચર્સ અને કિંમત
Vertu Signature Cobraને ફ્રાન્સની જ્વેલરી કંપનીએ ડિઝાઈન કર્યો છે. આ ફોનના સાઈડમાં એમરાલ્ડ સ્ટોનવાળો કોબરા સાપ બનેલ છે. કહેવાય છે કે, તેમાં જેમ હીરા લાગેલ છે જે ખૂબ જ મોંઘા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલ અનુસાર 2 કરોડ રૂપિયાથી વધારે કિંમતવાળા આ ફોનની સ્ક્રીન 2 ઇંચની છે જેનું રિઝોલ્યૂશન 240X320 છે. તેમાં 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેની બેટરી કાઢી શકાતી નથી અને કહેવાય છે કે, તે 5.5 કલાકનો બેકઅપ આપશે. ડિસ્પ્લે પર સફાયર ક્રિસ્ટલ લગાવવામાં આવ્યા છે.
વર્તૂના આ લિમિટેડ એડિશન ફોનને 439 રૂબીથી બનાવવામાં આવ્યો છે. ચીની વેબસાઈટ ગિઝ્મો ચાઈનાના એક અહેવાલ અનુસાર, તેને 288 પાર્ટ્સથી બનાવવામાં આવ્યો છે જેને બ્રિટેનમાં એસેમ્બલ કરવામાં આવ્યો છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે, અત્યાર સુધી તેના માત્ર 8 યુનિટ્સ વિશ્વભર માટે બનાવવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર માત્ર એક જ ફોન ચીન માટે ઉપલબ્ધ હશે.
ખાસ વાત એ છે કે આ ફોનનો ઓર્ડર આપવા પર તેની ડિલિવરી કાર અથવા બાઈકથી નહીં થાય, પરંતુ તેને આપવા માટે હેલિકોપ્ટર મોકલવામાં આવશે. એટલે કે ગ્રાહક સુધી હેલિકોપ્ટર દ્વારા ફોન પહોંચાડવામાં આવશે.
લક્ઝી હેન્ડસેટ બનાવતી બ્રિટિશ કંપની વર્તુએ એક વખત ફરીથી મોંઘો મોબાઈલ ફોન લોન્ચ કરીને સૌને અચંબામાં નાંખી દીધા છે. તેની કિંમત પણ હેરાન કરી મુકે તેવી છે. Vertu Signature Cobraની કિંમત અંદાજે 2.3 કરોડ રૂપિયા છે અને આ સ્માર્ટફોન નહીં પરંતુ ફીચર ફોન છે. કંપનીએ તેનું લિમિટેડ એડિશન બનાવ્યા છે જેને ચીનમાં ઈ-કોમર્સ સાઈટ દ્વારા વેચવામાં આવશે.
ડિઝાઈનની વાત કરીએ તો આ સુપર લક્ઝરી સ્માર્ટપોનની ચારેબાજુએ સ્નેક બનેલ છે અને એવું લાગે છે કે તે તેને પ્રોટેક્ટ કરી રહ્યા છે. Vertu Signature Cobraને ખરીદવા માટે ગ્રાહકે પહેલા 1000 યુઆન (અંદાજે 10 હજાર રૂપિયા) ડાઉન પેમેન્ટ તરીકે આપવા પડશે. ત્યાર બાદ જ બાકીના રકમ પણ ભરી શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -