Vivoનો આ શાનદાર ફોન લૉન્ચ, કિમત અને ફિચર્સથી શ્યાઓમીના ફોનને આપશે ટક્કર
કનેક્ટિવિટી માટે આમાં 4G LTE, VoLTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS અને એક માઇક્રો USB પોર્ટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. લૉન્ચની માહિતી મુંબઇ બેઝ્ડ રિટેલર મહેશ ટેલિકૉમે ટ્વીટ કરીને આપી છે. કિંમતની રીતે આ સ્માર્ટફોનનું ભારતીય બજારમાં ટક્કર Xiaomi Redmi 5 અને Tenor E જેવા સ્માર્ટફોન સાથે થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્માર્ટફોનમાં 5 ઇંચ (540x960 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં 2GB રેમની સાથે ક્વાલકૉમ સ્નેપડ્રેગન 425 પ્રૉસેસર આપવામાં આવ્યું છે. આની ઇન્ટરનલ મેમરી 16GB ની છે. જેને કાર્ડની મદદથી વધારી પણ શકાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર ચાલે છે.
કેમેરા સેક્શનની વાત કરીએ તો આના રિયરમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. વળી આના ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આની બેટરી 2500mAhની છે. આની બૉડી પ્લાસ્ટિકની છે અને આ ફોનનું વજન 137 ગ્રામ છે. સાથે આ સ્માર્ટફોનમાં ફેસ ડિટેક્શન અનલૉક ફિચર પણ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ ચીન સ્માર્ટફોન મેકર વીવો (Vivo) એ એક નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનનું નામ Vivo Y53i છે. આ ગયા વર્ષે લૉન્ચ થયેલા Vivo Y53નું અપગ્રેડેડ વર્ઝન છે. ભારતમાં આની કિંમત 7,990 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહક અત્યારે આને ઓફલાઇન ચેનલો પરથી જ ખરીદી શકશે. કંપની તરફથી આને ઓનલાઇન અવેલેબલ કરાવવા વિશે કોઇ માહિતી આપવામાં આવ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -