Jioના મફત 4Gથી ફોનથી તમે આટલી વસ્તુઓ કરી શકશો, જાણો....
જિઓ મ્યૂઝિક પર કોઈપણ ગીત સાંભળી શકો છો, હાલમાં માત્ર વંદે માતરમ સંભળાય છે.
આ ફોનમાં તમને વોઈસ કોલિંગ હંમેશા ફ્રી રહેશે, સાથે જ અનલિમિટેડ ડેટા યૂઝેસ પણ રહેશે. ફોનમાં 5 નંબરનં પ્રેસ કરી પેનિક એલર્ટ એક્ટિવ કરી શકો છો.
એનએફસી (નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન) દ્વારા તમે એક ટેપથી જ કોઈપણ પેમેન્ટ સરળતાથી કરી શકશો. પોલીસ અને એમ્બ્યૂલન્સના નંબરને તમે ઓટોમેટિકલી સેવી કરી શકશો.
જિઓ ફોનની બધી કન્ટેન્ટ તમે મોટી સ્ક્રીન પર પણ જોઈ શકશો. પરંતુ તેના માટે તમારે ખાસ જિઓ કેબલની જરૂર પડશે.
વોઇસ કમાન્ડથી તમે કોલ-મેસેજ કરી શકશો. તેના માટે તમારે કીપેડનો ઉપયોગ નહીં કરવો પડે.
ઉલ્લેખનીય છે કે આ ફોનમાં લાઇફ ટાઇમ ફ્રી કૉલિંગ મળશે. ડેટા યૂઝેસ માટે 153 રૂપિયા-મહિનામાં ધન ધના ધન ઓફર મળશે. કંપનીના ડાયરેક્ટર ઇશા અને આકાશ અંબાણીએ આ ફોનને સૌથી ‘ઇન્ટેલિજન્ટ’ ગણાવ્યો હતો.
રિલાયન્સ જિઓએ આજે વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીએ જિઓ ઇન્ફોકોમની અત્યાર સુધીની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતાં એ લોકોના આભાર માન્યો જે જિઓના ગ્રાહક છે. ત્યાર બાદ તેમણે જિઓ ફીચર ફોનની જાહેરાત કરી. Jioના આ ફોન 1500 રૂપિયા આપીમે મેળવી શકશો, જે ડિપોઝિટ રૂપે રહેશે, ત્રણ વર્ષ પછી આને રિફંડ કરી પૈસા પાછા પણ મેળવી શકો છો.