WhatsAppમાં આવ્યા નવા ફીચર્સ, જાણો શું છે ખાસિયત
વોટ્સએપના સ્ટેટસમાં તમે રિપ્લાઇ આપવા માંગતા હો તો પહેલા ટેકસ્ટ, મેસેજ, ઇમેજ, જીઆઈએફ ઈમેજ અને વીડિયોની મદદથી જવાબ આપી શકતા હતા પરંતુ હવે કંપનીએ તેની અંદર પણ વધુ ઓપ્શન આપ્યા છે. હવે તમે વોટ્સએપ સ્ટેટસનો વોઇસ મેસેજથી પણ રિપ્લાઇ કરી શકશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત વોટ્સએપના બબલ એક્શન મેનૂને પણ રિડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મેનુની મદદથી એકથી વધારે વખત ટેપ કરવા પર તમને ડિલીટ, રિપ્લાઇ, ફોર્વર્ડ, સ્ટાર, કોપી જેવા ઓપ્શન મળશે. વોટ્સએપ કોલને પણ રિડિઝાઇન કરવામાં આવ્યું છે. જેનાથી હવે કોલ અને મેસેજની સુવિધા વધારે ઝડપી થઈ જશે.
નવા વોટ્સએપ ફીચરમાં જો કોઈ યૂઝર બેક ટુ બેક ઓડિયો મેસેજ મોકલે તો તમે મેસેજ એક સાથે સાંભળી શકો છે. આ ફીચરની મદદથી હવે એક એક મેસેજને ક્લિક કરીને સાંભળવાની ઝંઝટ પૂરી રીતે ખતમ કરી દીધી છે.
નવી દિલ્હીઃ વોટ્સએપે iOS એપ માટે નવા અપડેટની જાહેરાત કરી છે. આ ફીચર્સ તાજેતરમાં જ લોન્ચ થયેલા એપલ આઇફોન Xr, આઇફોન Xs, અને આઇફોન Xs મેક્સમાં આપવામાં આવશે. ફીચર્સની મદદથી ઓડિયો મેસેજ પણ સાંભળી શકાય છે. બબલ મેનૂને નવા ઇન્ટરફેસ અને સ્ટેટસ રિપ્લાઇ જેવા ફીચર્સ સાથે જોડવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -