WhatsApp ટૂંકમાં લોન્ચ કરી શકે છે UPI આધારિત પેમેન્ટ સર્વિસ, 20 કરોડ ભારતીય યૂઝર્સને થશે ફાયદો
ભારતમાં વ્હોટ્સએપ સૌથી વધારે પોપ્યુલર મેસેજિંગ એપ છે એવામાં આ એપમાં આ ફીચરની યૂઝર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે યૂપીઆઈ અને ભીપ એમ લોન્ચ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવીએ કે, હાઈક મેસેન્જર અને વીચેટ જેવી ચેટએપ પહેલેથી જ UPI બેસ્ડ પેમેન્ટ સપોર્ટ કરી રહી છે. વ્હોટ્સએપ આ મામલે થોડું પાછળ છે.
કેટલાક ખાસ મુદ્દા પર વાતચીત થઈ રહી છે. એવામાં આ સર્વિસ શરૂ થવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે. UPI સપોર્ટને લઈને વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.
હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે વ્હોટ્સએપ તરફતી બેંકો અને NPCIથી UPI-બેસ્ડ પેમેન્ટ સપોર્ટને લઈને વાતચીત થઈ રહી છે.
તમને જણાવીએ કે, અમેરિકામાં ફેસબુક મેસેન્જર એપ મોબાઈલ પેમેન્ટ સપોર્ટ કરે છે. ભારતમાં WhatsApp ટૂંકમાં UPI પેમેન્ટ સપોર્ટ કરવા લાગશે.
અહેવાલ અનુસાર WhatsApp પીટૂપી મોબાઈલ પેમેન્ટને એપ સાથે એન્ડિગ્રેટ કરવાના ફીચર પર કામ કરી રહ્યું છે. ટૂંકમાં જ ફેસબુક ઓન્ડ વ્હોટ્સએપ આવતા 6 મહિનામાં આ પેમેન્ટ ફીચર લાવી શકે છે.
આ નવા બીટા અપડેટમાં કોઈપણ નવું ફીચર આપવામાં આવ્યું છે. પરંતુ તેમાં પેમેન્ટ ઇિન્ડિગ્રેશનનું પ્રીવ્યૂ આપવામાં આવ્યં છે.
વ્હોટ્સએપે પોતાના નવા બીટા વર્ઝનમાં પેમેન્ટ પ્લેટફોર્મ અપડેટ શરૂ કરી દીધું છે. WABetaInfo અનુસાર WhatsAppના એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.17.295માં આ ફીચર અપડેટ થવાનું શરૂ થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -