જિઓ ફીચર ફોનમાં ટૂંકમાં શરૂ થશે આ એપ, લાખો યૂઝર્સને થશે ફાયદો
ગત વર્ષે જુલાઈ મહિનામાં 1500 રૂપિયાની કિંમતનો જિઓ ફોન લોન્ચ થયો હતો. આ ડિવાઇસમાં 2.4 ઇંચ QVGA TFT ડિસ્પ્લે અને ડ્યૂલ-કોર-પ્રોસેસર છે. KaiOS પર ચાલતા આ 4જી ફીચર ફોનમાં 512 એમબી રેમ અને 4જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. જેને 128 જીબી સુધી વધારવાની સુવિધા આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોટ્સએપ અંગે જાણકારી આપતી વેબસાઇટ WaBetaInfo મુજબ કંપની KaiOS માટે એક એપ પર કામ કરી રહી છે. જેનો મતલબ જિઓ ફોન યુઝર ટૂંક સમયમાં તેમના ફોનમાં વોટ્સએપ વાપરી શકશે.
જિઓ ફોનનો યૂઝર બેસ એક કરોડથી વધારે છે અને વોટ્સએપનું KaiOS વર્ઝન સામે આવ્યા બાદ વોટ્સએપના યૂઝરબેસમાં ઘણો વધારો જોવા મળ્યો છે. હાલ દર મહિને 1.5 અબજથી વધારે લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે.
WaBetaInfoના એક અધિકારીએ બ્લોગમાં લખ્યું છે કે, લેટેસ્ટ વોટ્સએપ બીટા વિન્ડોઝ ફોન એપ 2.18.38માં એક નવા KaiOS એપને બનાવવા સંબંધિત જરૂરી જાણકારીની ખબર પડી છે. તેનાથી એક નવા પ્લેટફોર્મની હાજરીનો સંકેત મળ્યો છે. તેને વોટ્સએપ સર્વર્સ સાથે કનેક્ટ કરી શકાય છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ ફોન (Jio Phone) યૂઝર માટે સારા સમાચાર છે. જિયો ફોનમાં ટૂંક સમયમાં જ વોટ્સએપ સુવિધાનો ઉપયોગ કરી શકાશે. કાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતાં જિઓ ફોન પર હાલ વોટ્સએપ સપોર્ટ નથી કરતું. થોડા દિવસો પહેલા જિયો ફોન માટે ફેસબુક એપની સ્પેશિયલ એડિશન લોન્ચ કરવામાં આવી હતી. આ એપમાં પુશ નોટિફિકેશન, વીડિયો અને એક્સટરનલ કન્ટેન્ટ લિંકને સપોર્ટ કરતાં ફીચર પણ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -