હવે કોઇ બીજુ તમારું WhatsApp નહી ખોલી શકે, સિક્યોરીટી માટે આવી રહ્યું છે નવું ફીચર
WABetalnfo દ્વારા એક અહેવાલ અનુસાર, WhatsApp બીટા, Android 2.19.3, અપડેટ કરવામાં આવ્યું છે. જેમા એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નવું ઓથોન્ટિકેશન ફિચર સામે આવ્યું છે. અહેવાલમાં એ પણ જણાવ્યું હતું iOS વોટ્સએપ યૂઝર્સ માટે ફેસ આઇડી અને ટચ આઇડને ઇન્ટિગ્રેડ કરવા પર કામ કરી રહ્યું છે, જે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. વોટ્સએપ ઓએએસ માટે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન પર પણ કામ કરવાનું શરૂ કરી દીધુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન મળવાના અહેવાલ થોડા દિવસથી સાંભળવા મળી રહ્યા છે. હવે લગભગ એ કન્ફર્મ થઈ ચૂક્યું છે કે WhatsAppમાં ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન આપવામાં આવશે. WAbetainfoના એક અહેવાલ અનુસાર વોટ્સએપને ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ દ્વારા એક નવું અપડેટ સબમિટ કર્યું છે જેમાં આ ફીચર આપવામાં આવ્યું છે.
બીજી તરફ, જો વોટ્સએપ યૂઝર્સ ફિંગરપ્રિન્ટને ઓળખી શકતું નથી, તો તમારા ફોનના ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને પણ એપ ખોલી શકશો. હાલમાં WhatsAppનું આ નવું ફિચર ડેવલપમેન્ટના આલ્ફા સ્ટેજમાં છે. Android 2.19.3 અપડેટ બાદ WhatsApp બીટા વધુ સારા ઓડિયો પિકર સાથે આવશે. જેમાં યૂઝર ઓડિયો ફાઇલને મોકલતા પહેલા પ્રિવ્યૂ કરી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -