WhatsApp લાવ્યું બે નવા ફીચર, તમને થશે આ ફાયદો
બીજી બાજુ વ્હોટ્સએપે કોલિંગ સ્ક્રીનને પણ રીડિઝાઈન કરી છે. જેમાં હવે યૂઝરને વ્હોટ્સએપ કોલ રિસીવ કરવા માટે કોલ પિક-અપ આઈકોનને ઉપર બાજુ સ્વાઈપ કરવાનો રહેશે. અત્યરા સુધી યૂઝરને આ આઈકોનને સાઈડવે કરતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ આલ્બમ અને સ્ક્રીનશૉટના જેમ દેખાશે, તેના પર ડાઉનલૉડનું માર્ક પણ દેખાશે, જેના પર ક્લિક કરી તમે ફોટો ડાઉનલૉડ કરી શકો છો. આલ્બમ પર ચાર ફોટો દેખાશે અને જેટલા ફોટો સેન્ડ કરેલા હશે તેનો નંબર પણ દેખાશે.
નવી દિલ્હીઃ વ્હોટ્સએપના એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ટૂંકમાં એક નવું ફીચર આવી રહ્યું છે. વ્હોટ્સએપ એન્ડ્રોઈડ બીટા વર્ઝનમાં કંપનીએ બે નવા ફીચર ઉતાર્યા છે. જેમાંથી એક છે મીડિયા બંડલ શેરિંગ અને બીજું છે વ્હોટ્સએપ કોલ સ્ક્રીન રિડિઝાઈન કરવામાં આવી છે.
બંડલ ફિચરમાં જો કોઇ તમને વૉટ્સએપ પર એકથી વધુ ફોટો સેન્ડ કરે છે તો તે બધા ફોટોઝ એક આલ્બમના જેમ રિસીવ થઇ જશે, પહેલા આ ફોટો એક ક્રમમાં દેખાતા હતા. જો કોઇ તમને ફોટો અને વીડિયો એકસાથે મોકલે તો પણ ફોટો અને વીડિયોનો એકસાથે આલ્બમ બની જશે. આ ફિચર એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં આવી ચૂક્યું છે, હવે ટુંકસમયમાં દરેક યૂઝર્સ માટે અવેલેબલ થઇ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -