નવા વર્ષે જ ક્રેશ થયું WhatsApp, અડધા કલાક સુધી ન ગયા કોઇ મેસેજ
ઉલ્લેખનીય છે કે વોટ્સએપ પ્રથમ વખત જ ડાઉન નથી થયું. આશરે 3-4 મહિના પહેલા પણ વોટ્સએપ ડાઉન થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોટ્સએપ આ રીતે અચાનક બંધ થઈ જવાના કારણે સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
નવી દિલ્હીઃ નવા વર્ષને ઉત્સાહથી આવકારવા અને સ્નેહીજનોને શુભેચ્છા પાઠવવાની કોશિશ વચ્ચે વોટ્સએપે વિશ્વભરના કરોડો લોકોને દગો દઈ દીધો હતો. અહેવાલ મુજબ જેવો વિશ્વમાં નવા વર્ષનો જશ્ન શરૂ થયો કે વોટ્સએપ ક્રેશ થઈ ગયું અને મેસેજ મોકલનારા લોકો નિરાશ થઈ ગયા હતા. જોકે અડધાથી એક કલાક બાદ વોટ્સેએપની સર્વિસ ફરી શરૂ થઈ ગઈ હતી.
ટેક વેબસાઇટ્સ મુજબ ટેકનિકલ ખામીના કારણે યુરોપ, ભારત, મલેશિયા, અમેરિકા, બ્રાઝિલ, જાપાન, પનામા સહિત અનેક દેશોમાં વોટ્સએપે રાતે 12 વાગ્યાની આસપાસ કામ કરવાનું બંધ કરી દીધું હતું. લોકો તેમના પરિવારજનોને શુભકામના પાઠવવા કોશિશ કરતા રહ્યા પરંતુ મેસેજ જતા નહોતા. જે બાદ સોશિયલ મીડિયામાં ઝડપથી વોટ્સએપ ડાઉન હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું.
વોટ્સએપ ક્રેશ થવાને લઈ કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પરંતુ વિશ્વભરમાં મેસેજના લોડના કારણે તે ક્રેશ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત 31 ડિસેમ્બરથી વોટ્સએપે અનેક ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરવાનું બંધ કરી દીધું છે. જેના કારણે આ સમસ્યા ઉભી થઈ હોવાનો પણ અમુક લોકોએ દાવો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -