ફેક ન્યૂઝ રોકવા WhatsAppએ જારી કર્યું નવું ફીચર, આ રીતે મળશે મીડિયા નોટિફિકેશન....
નવા અપડેટ બાદ પ્રીવ્યૂમાં જીઆઈએફ પણ જોવા મળશે. તેને વેરિફાઈ કરવા માટે તમને ‘Notification Extension’ મળશે. ત્યાર બાદ તમે તમારા કોઈ મિત્રને ઇમેજ મોકલવા માટે કહી શકો છો. જેને જોવા માટે તમારે માત્ર નોટિફિકેશનને સ્વાઈપ ડાઉન કરવાનું રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે કોઈ યૂઝરને કોઈ એક યુઆરએલ સાથે મેસેજ મળશે ત્યારે તે વોટ્સએપ મેસેજ ઉપર લાલ રંગમાં ‘SUSPICIOUS LINK’ જોવા મળશે. જોકે આ માત્ર એવી લિંક સાથે થશે જે ફેક ન્યૂઝ અથવા ભડકાઉ અથવા વિવાદિત હશે.
વેબસાઈટ અનુસાર વોટ્સએપના આ ફીચરનું અપડે ખૂબ જ સ્લો છે અને હાલમાં લોકો સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે. જણાવીએ કે, આ ફીચર આઈઓએસ 10 અથવા તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ છે. તેની સાથે જ વોટ્સએપ શંકાસ્પદ મેસેજની જાણકારી પણ આપશે.
અપડેટમાં યૂઝર્સ હવે મીડિયા ફાઈલ્સને નોટિફિકેશન પેનલથી જોઈ શકે છે, જે તેમને મેસેજ તરીકે પણ મોકલવામાં આવશે. અત્યાર સુધી આવી નોટિફિકેશન કેમેરાના આઈકોન જેવી જોવા મળતી હતી. મીડિયા ફાઈલ જોવા માટે યૂઝર્સને નોટિફિકેશન ઓપન કરવું પડતું હતું.
નવી દિલ્હીઃ વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે નવા નવા ફીચર લાવતં રહે છે, જેથી યૂઝર્સને વધુ સારી સેવા મળી શકે. આ જ ક્રમમાં વોટ્સએપે યૂઝર્સ સુધી આવતી મીડિયા લિંકને લઈને નવું ફીચર જારી કર્યું છે. આ ફીચર વોટ્સએપના નવા અપડેટ અંતર્ગત હશે, જેમાં કેટલાક મહત્ત્વના ફેરફાર પણ હશે. વોટ્સએપના આ નવા ફીચરને સૌથી પહેલા WABeta info વેબસાઈટે સ્પોટ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -