આ યુઝર્સના એકાઉન્ટ ડિલીટ કરી રહ્યું છે WhatsApp, થઈ જાઓ ALERT
ફોર્બ્સના એક અહેવાલ મુજબ, શંકાસ્પદ ગતિવિધિમાં શામેલ એકાઉન્ટ્સમાંથી લગભગ 95 ટકા ડિલીટ કરવામાં આવ્યા છે. વ્હોટ્સએપના એક પ્રવક્તાએ તેના નિવેદનમાં કહ્યું કે જાણવાં મળ્યું છે કે કેટલાક લોકો વ્હોટ્સએપનો ખોટી રીતે ઉપયોગ કરવા માંગે છે. જ્યારે કેટલાક યુઝર્સ તો ક્લિક બેટ લિંક્સ પણ શેર કરવા માંગે છે. જે યુઝર્સની ખાનગી માહિતીઓ ટ્રેક કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. કેટલાક લોકો વ્હોટ્સએપના માધ્યમથી તેમના વિચારોને પ્રોત્સાહન આપવા માંગે છે અને એજ કારણ છે કે કંપની એવા શંકાસ્પદ એકાઉન્ટને ટ્રેક કરી ડિલીટ કરવાનું કામ શરૂ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત કંપનીએ તેના યુઝર્સને પણ આવા એકાઉન્ટ્સની માહિતી આપવા વિંનતી કરી છે. વ્હોટ્સએપ મશીનની મદદથી શંકાસ્પદ એકાઉન્ટની ઓળખ કરી તેને ડિલીટ કરી રહી છે.
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર દર મહિને 20 લાખ એકાઉન્ડ ડિલીટ કરી રહી છે. આ નિર્ણય ફેક ન્યૂઝની સમસ્યા પર નિયંત્રણ લગાવવા માટે કર્યો છે. વ્હોટ્સએપે એકાઉન્ટ ડિલીટ કરવાની જાણકારી એક વ્હાઈટ પેપર દ્વારા આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -