WhatsAppનું બિઝનેસ એપ થયું લોન્ચ, જાણો તેના ફિચર્સ
વ્હોટ્સએપનું બિઝનેસ એપ હાલમાં માત્ર એન્ડ્રોયડ યૂઝર્સ માટેજ ઉપલ્ધ છે અને તેને ફ્રીમાં ડાઉનલોડ પણ કરી શકાશે. આ નવું બિઝનેસ એપ સ્ટાંડર્ડ વ્હોટ્સએપ એપથી બિલકુલ અલગ છે. જાણો આગળની સ્લાઈટમાં WhatsApp બિઝનેસ એપના ફિચર્સ વિશે.
અકાઉન્ટ ટાઈપના ફિચરથી વેપારીઓના બિઝનેસ અકાઉન્ટ લિસ્ટ કરવામાં આવશે. કેટલાક વેપારીઓના કન્ફર્મ એકાઉન્ટ પણ રહેશે જ્યારે તેના અકાઉન્ટ ફોન નંબર બિઝનેસ ફોન નંબરથી મેચ કરવામાં આવશે. વ્હોટ્સએપ બિઝનેસ એપ હાલમાં ઈન્ડોનેશિયા, ઈટલી, મેસ્કિકો, યૂકે અને યૂએસમાંજ ઉપલબ્ધ છે. થોડા દિવસોમાં આ એપને સમગ્ર દુનિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મેસેજિંગ સ્ટેટિસ્ટિક્સ રીડ કરેલા મેસેજોની સંખ્યાં જેવા સિંપલ મેટિક્સને રિવ્યૂ કરશે. વ્હોટ્સએપ વેબ ફિચર વ્હોટ્સએપ બિઝનેશને ડેસ્કટોપ પર ઉપલબ્ધ કરાવશે.
મેસેજિંગ ટૂલ્સ દ્વારા વારંવાર પૂછવામાં આવેલા સવાલોનો જવાબ તરતજ મળી જશે. સાથે ગ્રાહકોને વેપારના સંદર્ભમાં વેલકમ મેજેસ પણ આપશે.
આ એપમાં બિઝનેસ પ્રોફાઈલ આપવામાં આવી છે. જે ગ્રાહકોની જાણકારી જેવી કે બિઝનેસ ડિસક્રિપ્શન, ઈ-મેઈલ કે સ્ટોર એડ્રેસ અને વેબસાઈટ્સ પૂરી પાડવામાં આવશે.
નવી દિલ્લી: ફેસબુકે નાના વેપારીઓ પાટે પોતાના વ્હોટ્સએપ બિઝનેસ એપને લોન્ચ કરી દીધી છે. ફેસબુકની માલીકીવાળી કંપનીએ ગત વર્ષથી બિઝનેસ એપ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ એપ દ્વારા કંપનીઓ માટે ગ્રાહકો સાથે જોડાવવું સરળ બનશે. સાથે કંપનીએ આ પણ જાણકારી આપી છે કે તેના દુનિયાભરના 1.3 બિલિયન યૂઝર્સ પોતાની ઈચ્છાનુસાર વેપારીઓ સાથે વાત પણ કરી શકે છે.