WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર, પણ તમને જરા પણ નહીં ગમે!
જાણકારી પ્રમાણે, વિજ્ઞાપન વીડિયોના રૂપમાં હશે અને આ એવું જ કામ કરશે જે ઇન્સ્ટાગ્રામ સ્ટોરિઝ કરે છે. ફેસબુકે આ જ વર્ષે જૂનમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં વિજ્ઞાપનની શરૂવાત કરી હતી. WhatsAppના સ્ટેટસ ફિચરમાં મેસેજ, ફોટા, નાના વીડિયો શેર કરવાની સુવિધા મળે છે. જે 24 કલાકમાં જાતે જ હટી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા WABetaInfoએ એડ્સ અંગે ઘણી ટ્વિટ કરી છે. આ ટ્વિટથી સામે આવ્યું છે કે કંપની પોતાની એપ પર જાહેરાત બતાવશે. જણાવવામાં આવ્યું છે કે શરૂઆતમાં આ વિજ્ઞાપન iOS એપ પર જ લાગુ કરવામાં આવશે જે માટે ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે.
WhatsAppના અધ્યક્ષ ક્રિસ ડેનિયલ્સે કહ્યું કે જ્યાં સુધી વોટ્સએપની મોનિટાઇઝેશનની વાત છે. અમે પહેલા જ જાહેર કર્યું હતું કે અમે સ્ટેટસ ફીચરમાં જાહેરાત બતાવવામાં આવશે. જોકે આ ક્યારે આવશે તેનો કોઇ સમય ડેનિયલે કહ્યો નથી.
નવી દિલ્હીઃ વોટ્સએપ 2018ની શરૂઆતમાં જ પોતાની એપમાં સતત નવા નવા અપડેટ રજૂ કરી રહ્યું છે. પરંતુ બની શકે કે આવનારું અપડેટ તમને ન ગમે, પરંતુ તેનાથી તમને પરેશાની થાય. વાત એમ છે કે, વોટ્સએપ પર આપણા સ્ટેટસને કંપનીની ટૂંક સમયમાં આવકનું સાધન બનાવશે. અહેવાલ અનુસાર વોટ્સએપ પોતાના યૂઝર્સને સ્ટેટસમાં જાહેરાત બતાવશે, આમ તો વોટ્સએપ પર આવનારા મોટાભાગના ફીચરથી આપણે ખુશ હોઈે છીએ પરંતુ આ સ્ટેટસમાં એડ દેખાશે તે પરેશાન કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -