WhatsAppની નવી પોલિસી વિરૂદ્ધ દિલ્હી હાઈ કોર્ટમાં પિટીશન, જાણો આ પોલિસીમાં શું છે એવું?
શું છે વ્હોટ્સઅપની નવી શેરિંગ પોલિસી? વ્હોટ્સઅપ પોતાના યુઝર્સનો મોબાઈલ નંબર પોતાની પેરન્ટ કંપની ફેસબુકની સાથે શેર કરશે. જેની મદદથી વ્હોટ્સઅપ યુઝર્સ ફેસબુક દ્વારા વધારે ટાર્ગેટ જાહેરાત મેળવી શકસે. આ એડ ફેસબુક પર થશે. આ જાણકારીમાં વ્હોટ્સઅપ એડની કોઈ વાત કહેવામાં આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટમાં વ્હોટ્સઅપની નવી નંબર શેરિંગ પોલિસીને પડકારતી એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. વ્હોટ્સઅપના નવા અપડેટેમાં કંપનીની નવી પોલિસી માટે યૂઝર્સની સહમતી માગવામં આવી રહી છે. આ નવી પોલિસી અંતર્ગત વ્હોટ્સઅપ પોતાના યુઝર્સનો નંબર પોતાની પેરન્ટ કંપની ફેસબુકની સાથે શેર કરશે. પિટીશનમાં કહેવામાં આવ્યું છે કે, ફેસબુકની આ નવી પોલિસી ખૂબ જ ભ્રામક છે જેના નફા-નુકસાન અંગે સામાન્ય વ્યક્તિ સરળતાથી નહીં સમજી શકે.
આ પોલિસીની સાથે જ વ્હોટ્સઅપની મોટી જવાબદારી હશે તે તે વિશ્વભરમાં પોતાના 1 બિલિયન યુઝર્સને તેના ડેટાની સુરક્ષાનો વિશ્વાસ અપાવે. વ્હોટ્સઅપ યુઝર્સને મર્યાદિત સમયમાં આ વિકલ્પ આપશે કે તે પોતાની જાણકારી ફેસબુક સાથે શેર કરવા માગે છે કે નહીં. કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે, ફેસબુકને આપવામાં આવેલ તમારો નંબર સુરક્ષિત રહેશે. વ્હોટ્સઅપે જણાવ્યું કે, આ શેરિંગથી ફેસબુક મેપિંગ દ્વારા સારા ફ્રેન્ડ સજેશન અને વધારે ચોક્કસ જાહેરાત યુઝર્સને ઉપલબ્ધ કરાવી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -