WhatsApp લાવ્યું નવું ફીચર, જાણો તમને શું ફાયદો થશે
રિકોલ ફીચર અનસેન્ડ અને રિવોક ફીચરના નામથી પણ ચર્ચામાં છવાયેલું છે. જેમાં ટેક્સ્ટ, ઇમેજ, વીડિયો, જીઆઈએફ જેવા મેસેજને એક વખત મોકલ્યા બાદ અનસેન્ડ કરી શકાશે. તેના માટે 5 મિનિટનો સમય આપવામાં આવશે.
ઉપરાંત સમાચાર છે કે વ્હોટ્સએપ રિકોલ ફીચર પર કામ કરી રહ્યું છે. મળેલ જાણકારી અનુસાર આ નવા ફીચર એપના 2.17.30 વર્ઝન અથવા તેનાથી ઉપરના વર્ઝનમાં આવશે.
ઉપરાંત નવા અપડેટમાં ફાઈલ કોઈપણ કમ્પ્રેશન વગર મોકલી શકાશે. તેનો મતલબ એ થયો કે હવે વ્હોટ્સએપ પર ફાઈલ કમ્પ્રેસ નહીં થાય જેથી ફોટો અને વીડિયોની ક્વોલિટી ઓરિજનલ જેવી જળવાઈ રહેશે.
iOS યૂઝર્સ કોઈપણ પ્રકારની ફાઇલ જેની સાઈઝ 128 એમબી હશે તે શેર કરી શકશે જ્યારે એન્ડ્રોઈડ માટે આ સાઈઝ 100 એમબી હશે. હાલમાં વ્હોટ્સએપ પર 64 એમબી સુધીની ફાઈલ શેર કરી શકાય છે.
આ નવી ફીચરમાં યૂઝર પોતાના વ્હોટ્સએપ પર દરેક પ્રકારની ફાઈલ શેર કરી શકશે જોકે તેમાં પણ સાઈઝની મર્યાદા રાખવામાં આવી છે.
WinBetaના અહેવાલ અનુસાર વ્હોટ્સએપે નવું ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે અત્યાર સુધી મોટાભાગના યૂઝર્સને આ અપડેટ મળ્યું નથી.
વ્હોટ્સએપ ટૂંકમાં જ doc, ppt, pdf, docx ફાઈલ ઉપરાંત તમામ પ્રકારની ફાઈલ જેમ કે apk,mp3 સપોર્ટ કરશે.