Jioએ રજૂ કરી નવી ઓફર, 600થી વધારે શહેરમાં મળશે ફાયદો
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ આવતા જ અન્ય ટેલીકોમ કંપનીઓને જોરદાર ટક્કર આપી હતી. ત્યારથી અત્યાર સુધી અન્ય કંપનીઓ જિઓને પછાડવા માટે અનેક રીત અપનાવી ચૂકી છે. આ બધાની વચ્ચે જિઓએ એક વધુ ઓફર રજૂ કરી છે. તે અંતર્ગત કંપની હવે 600થી વધારે શહેરમાં જિઓ સિમ ડિલીવર કરવાની સાથે જ JioFi 4G હોટસ્પોટ પણ 90 મિનિટની અંદર તમારા ઘરે પહોંચાડશે.
જિઓ સિમ ઓફરની વાત કરીએ તો, રિલાયન્સ જિઓ સિમ કાર્ડ હોમ ડિલિવરીની 600થી વધારે શહેરમાં સુવિધા આપવામાં આવી રહી છે. તેના માટે ઇચ્છુક જિઓની વેબસાઈટ પર જઈને રિક્વેસ્ટ આપી શકે છે. પરંતુ તમારા પિન કોડ પર ડિલિવરી મળશે કે નહીં તે પણ ચેક કરી લો. ત્યાર બાદ ગ્રાહકો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ ઈ-મેલ આઈડી પર ઇનવિટેશન મેલ આવશે.
જણાવીએ કે, કંપની જિઓ સિમની હોમ ડિલિવરી કરવા પર તમારી પાસેથી એક પણ રૂપિયો ચાર્જ નહીં કે. પહેલા તમારે MyJio એપ ડાઉનલો કરવાની રહેશે તેમાં કૂપન જનરેટ કરવાનું રહેશે, ત્યાર બાદ સિમની ડિલિવરી માટે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. તેના માટે તમારે તમારો આધાર નંબર પણ સાથે રાખવો પડશે.
ઉપરાંત રિલાયન્સ જિઓ પસંદગીના શહેરમાં JioFi 4G હોટસ્ટોપની ડિલિવરી 90 મિનિટથી પણ ઓછા સમયમાં ઉપલબ્ધ કરાવી રહી છે. તેની સાથે જ જૂના ડોંગલ એક્સચેન્જ કરવા પર ગ્રાહકોને નવા JioFi માટે 100 ટકા કેશબેક પણ મળશે.