WhatsApp કરી રહ્યું છે આ ખાસ ફિચરનું ટેસ્ટિંગ, ફેક ન્યૂઝ પર લાગશે લગામ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ પોતાના પ્લેટફોર્મ પર સ્પામ મેસેજીસના ફેલાવાને રોકવા માટે વૉટ્સએપ એક નવા અને ખાસ 'સસ્પિશિયસ લિંક ડિટેક્શન' ફિચર પર કામ કરી રહ્યું છે.
આ એન્ડ્રોઇડ વર્ઝન 2.18.204 માટે વૉટ્સએપ બીટાનો ભાગ છે. જોકે, શરૂઆતી સ્તરમાં હોવાના કારણે આને બધા યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી કારાવાયું. ફેસબુકના સ્વામિત્વ વાળી કંપની તરફથી આ કોશિશ સ્પામ અને ફેક ન્યૂઝને પોતાના પ્લેટફોર્મ પર ફેલાવવાથી રોકવા માટે કરવામાં આવી રહી છે.
આ ફિચરના આવ્યા બાદ વૉટ્સએપ ઓટોમેટિક રીતે ઓળખી જશે કે રિસીવ કરવામાં આવેલા મેસેજની લિંક ફેક વેબસાઇટ સુધી તો નથી પહોંચી રહી. આ એવી વેબસાઇટ્સ હોઇ શકે છે જે યૂઝર્સ માટે ખતરનાક સાબિત થઇ શકે. સંદિગ્ધ લિંકની ઓળખ થતાં મેસેજને રેડ કલર લેબલથી માર્ક કરી દેવામાં આવશે, જેનાથી યૂઝર્સ આસાનીથી આના બિહેવિયરને સમજી શકશે.
WABetaInfo ના રિપોર્ટ અનુસાર, આ નવા ફિચરની મદદથી વૉટ્સએપ સંદિગ્ધ લિંકની જાણકારી મેળવવા માટે મેસેજમાં અવેલેબલ લિંકનું વિશ્લેષણ કરે છે.
આ પહેલા વૉટ્સએપ બીટા વર્ઝનમાં 'ફોર્વર્ડેડ' લેબલને પણ જોવામાં આવ્યું છે. જેથી યૂઝર્સ પ્લેટફોર્મ પર ફોર્વર્ડેડ મેસેજીસી ઓળખ શકાય અને ફેક ન્યૂઝને ફેલાવવાતા રોકવા મદદ મળે.
માહિતી અનુસાર, અત્યારે આ ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આની મદદથી યૂઝર્સ વૉટ્સએપ મેસેજની અંદર હાજર સંદિગ્ધ લિંકને જાણી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -