બધા માટે આવ્યું Whatsappનું Stickers ફીચર, આ રીતે પાઠવો દિવાળીની શુભેચ્છા
ત્યારબાદ Sticker pack ઓપન કરી કોઈ પણ સ્ટિકરને વોટસએપ પર શેર કરો. શેર કરવાથી વોટ્સએપ અપડેટ કરવાનું કહેવામાં આવશે. વોટ્સએપ અપડેટ કર્યા બાદ સ્ટિકર પેકમાંથી તમારી પસંદના સ્ટિકરને એડ કરો. એડ કરેલા સ્ટિકર વોટ્સએપમાં ઈમોજીની બાજુમાં દેખાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ Whatsappનું સ્ટિકર ફીચર આવી ગયું છે. દિવાળી પહેલા જ Whatsappએ તેને તમામ ફોન માટે લાઈવ કરી દીધું છે. તેના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈને તમારું Whatsapp અપડેટ કરવાનું રહેશે. જોકે ઘણાં લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે દિવાળી અને બીજા ક્રિએટિવ સ્ટિકર આવતા જ નથી. કદાચ તમારા આસપાસના મિત્રોને તમે આવું કહેતા સાંભળ્યા હશે.
જોકે સ્ટિકર માટે આઈઓએસ અને એન્ડ્રોઇડ યુઝર્સે વોટ્સએપનું નવું વર્ઝન ડાઉનલોડ કરવું ફરજિયાત છે. જે બાદમાં તમને ચેટ બોક્સમાં સ્ટિકરનો વિકલ્પ જોવા મળશે. જોકે, અહીં તમને મર્યાદિત સ્ટિકર જ જોવા મળશે. જો તમારે વધારે સ્ટિકર જોઈએ છે તો આ માટે તમારી થર્ડપાર્ટી એપની મદદ લેવી પડશે.
જો તમે પણ તમારા મિત્રોને અવનવા સ્ટિકર મોકલવા માટે આતુર છો તો અમે તમને જણાવીશું કે કેવી રીતે અને ક્યાંથી આ સ્ટિકર આવે છે. સૌ પ્રથમ Google Play Store પરથી Sticker pack for whatsapp એપ ડાઉનલૉડ કરો. (તમે આવી બીજી એપ્સ પણ ડાઉનલોડ કરી શકો છો.)
- - - - - - - - - Advertisement - - - - - - - - -