✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે એક મેસેજ પાંચથી વધુ વખત નહીં કરી શકાય ફોરવર્ડ, WhatsApp કરી રહ્યું છે મોટો ફેરફાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jul 2018 05:43 PM (IST)
1

કંપનીએ આ નિર્ણય વધી રહેલી મોબ લિંચિંગની ઘટનાઓ બાદ લીધો છે. વૉટ્સએપ પર ફેલાવવામાં આવેલી બાળક ચોરી જવાની ખોટી અફવાઓને જવાબદાર ગણાવામાં આવી હતી.

2

વૉટ્સએપ એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ભારતના મામલે તેઓ એક એવું ફીચર લાવવા વિચારી રહ્યાં છે કે જેમાં એકવાર માત્ર પાંચ જ મેસેજ થઈ શકે, જ્યારે મેસેજની સાથે આવતા ફોરવર્ડ બટનને પણ હટાવવા પર વિચાર કરી રહ્યા છે. જણાવી દઈએ કે અન્ય દેશની તુલનામાં ભારતીય લોકો વૉટ્સએપ પર સૌથી વધુ મેસેજ અને મલ્ટીમીડિયા મેસેજ ફોરવર્ડ કરે છે.

3

ઉલ્લેખનીય છે કે દેશમાં વૉટ્સએપ પર ફેલાયેલી બાળકો ચોરી કરવાની અફવાના કારણે 30થી વધુ લોકોને જીવ ગુમાવો પડ્યો છે. જેના બાદ આ મેસેજિંગ એપને સરકારે નોટીસ પણ ફટકારી હતી ત્યાર બાદ કંપની ફેક ન્યૂઝ રોકવા વૉટ્સએપ અનેક ફેરફાર કરી રહ્યું છે.

4

નવી દિલ્હી: દેશમાં ફેક ન્યૂઝના વાયરલના કારણે થયેલી હત્યાઓ બાદ વોટ્સએપ હવે મોટા ફેરફાર કરી રહ્યું છે. કંપનીએ એપ ના ફોરવર્ડિંગ ફીચરમાં મોટા ફેરફાર કરવાનું જાહેરાત કરી છે. કંપનીએ નિર્ણય કર્યો છે કે વોટ્સએપ ફોરવર્ડ ફીચરને દુનિયાભરમાં માર્યાદિત કરવામાં આવશે અને તે તમામ યૂઝર્સ પર લાગુ થશે. જ્યારે ભારતમાં તેને વધુ માર્યાદિત કરવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં હવે કોઈ પણ યૂઝર એક મેસેજ પાંચથી વધુ વખત ફોરવર્ડ નહી કરી શકાય.

  • હોમ
  • ગેજેટ
  • હવે એક મેસેજ પાંચથી વધુ વખત નહીં કરી શકાય ફોરવર્ડ, WhatsApp કરી રહ્યું છે મોટો ફેરફાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.