વીડિયો અને ફોટોને લઈને વોટ્સએપ ક્યું નવું ફીચર લાવ્યું, જાણો વિગત
વોટ્સએપના જણાવ્યા પ્રમાણે, નવા બદલાવોથી એ સુનિશ્ચિત થશે કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ એક પ્રાઈવેટ મેસેજિંગ એપ જ રહે અને ખોટી માહિતી કે અફવા ફેલાતી રોકી શકાય. જોકે જરૂરી છે કે વોટ્સએપ ફોરવર્ડ કરાતા ટેક્સ્ટ મેસેજ માટે પણ કંઈક પગલા લેવા જોઈએ. લોકો સરળતાથી આ ટેક્સ્ટ મેસેજને કોપી કરીને ફોરવર્ડ કરી દે છે. આવું થાય ત્યારે ફોરવર્ડેડનું લેબલ જોવા મળતું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેસબૂકની માલિકીવાળા વોટ્સએપે ટેક્નોલોજી મિનિસ્ટ્રીને એક પત્ર લખ્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે, દેશમાં હિંસાની ઘટનાઓ ઘણી જ ભયાનક છે અને આ ઘટનાઓને રોકવા માટે નવા-નવા પગલાં ભરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, ભારતમાં લગભગ 250 મિલિયનથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે અને વોટ્સએપનું ભારત સૌથી મોટું બજાર છે. છેલ્લા કેટલાંક સમયથી વાઈરલ વીડિયોના કારણે મોબ લિન્ચિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે. વોટ્સએપ દ્વારા નફરત ભરેલા કોન્ટેન્ટ અને અફવા ફેલાવાના કારણે દેશના ઘણાં ભાગોમાં ટોળા દ્વારા હુમલો કરાયાની ઘટના સામે આવી છે. કેન્દ્ર સરકારે પણ વોટ્સએપને આ સંબંધમાં એક્શન લેવા માટે જણાવ્યું છે.
વોટ્સએપની એક બ્લોગ પોસ્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે, આજથી અમે વોટ્સએપ પર મેસેજ ફોરવર્ડ કરવાની લિમિટનો ટેસ્ટ કરીશું, જે તમામ લોકોને લાગુ પડશે. ભારતમાં લોકો દુનિયાનાના અન્ય દેશ કરતા વધુ મેસેજ, ફોટોઝ અને વીડિયો ફોરવર્ડ થઈ રહ્યા છે. અમે એકવારમાં 5 ચેટની લિમિટ ટેસ્ટ કરીશું અને તે પછી મીડિયા મેસેજ પાસે બનેલું ફોરવર્ડ બટન હટાવી દેવામાં આવશે.
વોટ્સએપે અમેરિકા હેડક્વાર્ટર અને ભારતીય કામકાજ સાથે જોડાયેલા સિનિયર અધિકારીઓએ ચૂંટણી પંચ સહિત ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. વોટ્સએપનું કહેવું છે કે, ભારતમાં આગામી ચૂંટણી દરમિયાન પોતાના પ્લેટફોર્મનો દૂરુપયોગ રોકવાનની કોશિશ રોકવા માટે મુલાકાત કરી છે.
વોટ્સએપ દ્વારા ફોરવર્ડ મેસેજના મારાને અટકાવવા માટે નવું ફીચર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં યુઝર 5 વખત એક મેસેજને ફોરવર્ડ કરી શકશે તે પછી ફોરવર્ડનું ઓપ્શન ડિસેબલ થઈ જશે. એટલે તમે એકનો એક મેસેજ 5થી વધુ વ્યક્તિને ફોરવર્ડ કરી શકશો નહીં.
નવી દિલ્હી: ભારતમાં નિર્દોશ લોકો ટોળાંના હુમલાની ઘટના બાદ સરકારે વોટ્સએપને કેટલાંક પગલાં ભરવા માટે સૂચન કર્યું હતું ત્યાર બાદ વોટ્સએપે ફોરવર્ડેડ મેસેજને મેન્શન કરવાની સાથે વધુ એક નવું ફીચર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં હવે વોટ્સએપ યુઝર્સ ઢગલાબંધ લોકોને એકના એક મેસેજ ફોરવર્ડ કરી શકશે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -