WhatsAppમાં આવશે આ નવું ફિચર્સ, વીડિયો કૉલમાં તમને મળશે આ ફેસિલિટી
રિપોર્ટ અનુસાર આ ફિચર ટુંકસમયમાં જ ઓફિશિયલી રૉલાઉટ કરવામાં આવશે. જોકે ચોક્કસ સમયને લઇને કોઇ માહિતી નથી આપવામાં આવી.
વૉટ્સએપને લઇને લીક કરનારું ટ્વીટર હેન્ડલ WABetaInfo અનુસાર, આ નવું વૉટ્સએપ ફિચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.18.39માં અવેલેબલ થશે, જોકે આ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે આ ગ્રુપ કૉલ વીડિયો કૉલ માટે હશે કે વૉઇસ કૉલ માટે હશે.
વૉટ્સએપ પર ગ્રુપ વૉઇસ કૉલને 2.17.70 બીટા વર્ઝન પર ગયા વર્ષે ઓક્ટોબર મહિલનામાં સ્પૉટ કરવામાં આવ્યું હતું, રિપોર્ટ હતા કે ફેસબુક ઓવન્ડ ગ્રુપ વૉટ્સએપ ગ્રુપ વૉઇસ કૉલ પર કામ કરી રહ્યું છે અને આને આ વર્ષે લૉન્ચ કરવાની શક્યતા હતી.
તાજેતરમાં જ વૉટ્સએપ આઇઓએસ માટે નવું ફિચર લઇને આવ્યું છે જેમાં યૂઝર્સ યુટ્યૂબ વીડિયોને એપમાં જ પ્લે કરી શકશે. સાથે તેની સાથે યૂઝર્સ ચેટ પણ કરી શકશે. યુટ્યૂબ લિંક પર ક્લિક કરતાં જ એક વિન્ડો એપમાં ખુલી જાય છે જ્યાં તમે આ વીડિયો જોતાજોતા ચેટ કરી શકો છો. આ પહેલા વીડિયો લિંક પર ક્લિક કરતાં જ તમને યુટ્યૂબ એપમાં એક્સેસ કરવો પડતો હતો.
નવી દિલ્હીઃ વૉટ્સએપ યૂઝર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વૉટ્સએપ હવે ટુંકસમયમાં એન્ડ્રોઇડ યૂઝર્સને કૉલિંગ માટેની નવી ફેસિલિટી આપવા જઇ રહ્યું છે, જે અંતર્ગત યૂઝરને ગ્રુપ કૉલ કે ફિચર મળશે અને આ રીતે એકસાથે ત્રણ લોકો ગ્રુપ કૉલ કરી શકશે.