આ વર્ષે લૉન્ચ થઇ શકે છે Dual SIM વાળો iPhone, જાણો બીજુ શું-શું બદલાશે ફોનમાં
એપલ વર્ષ 2018માં આઇફોનના ત્રણ નવા વેરિએન્ટને લૉન્ચ કરી શકે છે. આઇફોનના ત્રણ નવા મૉડલ્સમાંથી બેમાં OLED ડિસ્પ્લે મળી શકે છે, જ્યારે એક મૉડલમાં પહેલા જેવી જ LCD ડિસ્પ્લે મળી શકે છે.
આમ તો ઇન્ટેલની ચિપમાં સૌથી ખાસ વાત તો ડ્યૂલ સિમ સપોર્ટ છે, પણ એપલ પોતાના ફોનમાં ડ્યૂલ સિમ સપોર્ટ આપશે કે નહીં તેને લઇને હજુ સુધી કંઇ કહેવાઇ શકે તેમ નથી. છેલ્લા કેટલાક સમયથી આશા સેવાઇ રહી છે કે, એપલ દ્વારા આઇફોનમાં ડ્યૂલ સિમ સપોર્ટ આપવો ભારત જેવા માર્કેટમાં ગેમ ચેન્જર બની શકે છે.
જોકે મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો ઇન્ટેલની ચિપ 5G નેટવર્ક સપોર્ટ ના કરે તો એપલ પહેલાની જેમ જ ક્વાલકૉમની ચિપનો યૂઝ કરી શકે છે.
એપલ અને ક્વાલકૉમની વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે હવે આઇફોનમાં ઇન્ટેલની ચિપનો યૂઝ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે, અમેરિકામાં એપલ અને ક્વાલકૉમની વચ્ચે લાયસન્સને લઇને કેસ ચાલી રહ્યો છે.
નવી દિલ્હીઃ આઇફોન લવર્સ માટે એક ખુશખબરીના સમાચાર છે. એપલના આ વર્ષે (2018માં) આવનારા આઇફોન્સમાં કેટલાક મોટા ચેન્જીસ મળી શકે છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, એપલ આઇફોન્સમાં ક્વાલકૉમની ચિપનો યૂઝ ના કરવાનું વિચારી રહ્યું છે.