WhatsAppમાં આવ્યું આ નવું ફિચર્સ, ગ્રુપમાં મેમ્બર્સને મળી આ રીતે લખવાની ફેસિલિટી
નવી દિલ્હીઃ વૉટ્સએપ પોતાના યૂઝર્સ માટે રોજ નવા-નવા ફિચર લઇને આવે છે, હવે ફરી એકવાર કંપની પોતાના એન્ડ્રોઇડ અને વિન્ડોઝ બીટા યૂઝર્સ માટે એક જબરદસ્ત ગ્રુપ ફિચર લઇને આવી છે. આ નવા ફિચર ગ્રુપ માટે છે જેમાં યૂઝર ગ્રુપ માટે ડિસ્ક્રીપ્શન એડ કરી શકશે. આ ફિચર અત્યારે બીટા યૂઝર્સ માટે જ અવેલેબલ છે આને ઓફિશિયલી એપમાં ટુંકસમયમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે પણ આ નવા ફિચરનો યૂઝ કરી શકો છો પણ આ માટે તમારે વૉટ્સએપ બીટા યૂઝર માટે પોતાને રજિસ્ટર કરવું પડશે, ત્યારબાદ તમે આ એપનું બીટા અપડેટ લઇ શકશો. એન્ડ્રોઇડના 2.18.57 અને વિન્ડોઝના 2.18.28 વર્ઝનમાં આ નવું અપડેટ આપવામાં આવી રહ્યું છે.
આ નવા ફિચર અંતર્ગત તમે પોતાના હાલના ગ્રુપ માટે ડિસ્ક્રિપ્શન એડ કરી શકશો. આ બિલકુલ એવું હશે જેમ તમે અત્યાર સુધી પોતાની પ્રૉફાઇલમાં ડિસ્ક્રીપ્શન એડ કરો છો. ગ્રુપમાં આ ડિસ્ક્રિપ્શન કોઇપણ યૂઝર લખી શકે છે, એડિટ કરી શકે છે. જેમાં ગ્રુપમાં ડિસ્પ્લે પિક્ચર કોઇપણ ગ્રુપ મેમ્બર ચેન્જ કરી શકે છે તેમ આને પણ કોઇપણ બદલી શકશે.
જોકે, આ ફિચર iOS પ્લેટફોર્મ પર ક્યારે આવશે તેના વિશે હજુ સુધી કંઇ કહી શકાય તેમ નથી.
જો કોઇ યૂઝર ગ્રુપમાં ડિસ્ક્રીપ્શન લખે છે, એડિટ કરે છે તો આ નોટિફિકેશન દરેક ગ્રુપ યૂઝર્સની પાસે આવશે, એટલે કે જ્યારે ગ્રુપમાં કોઇપણ ગ્રુપ ફોટો બદલે છે તો તેનું નોટિફિકેશન દરેક મેમ્બર પાસે જાય છે તેવી જ રીતે આમાં પણ થશે.
નોંધનીય છે કે, વૉટ્સએપ ભારતમાં એન્ડ્રોઇડ, iOS પ્લેટફોર્મ પર UPI બેસ્ડ પેમેન્ટ ફિચરનું બીટા ટેસ્ટિંગ કરી રહ્યું છે, ટુંકસમયમાં આ બધા યૂઝર્સ માટે અવેલેબલ થશે. આ ફિચર દ્વારા જેવી રીતે તમે આસાનીથી ચેટ કરી શકો છો તેવી રીતે તમે પૈસા પણ ઇઝીલી ટ્રાન્સફર કરી શકશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -