આ સ્માર્ટફોનમાં હવે નહીં ચાલે WhatsApp, જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ એપલે પોતાના નવી એપ્લિકેશન iOS 12 જારી કરી દીધી છે. ત્યારે હવે જાણકારી મળી રહી છે કે લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ એપલના કેટલાક ફોન્સમાં નહીં ચાલે. આ મોડલ્સમાં વોટ્સએપ અપડેટ બંધ થવા જઈ રહ્યા છે. જો તમારી પાસે પણ iOS 7 સપોર્ટેડ ડિવાઈસ છે તો તમારા માટે આ ચિંતાની વાત હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના છેલ્લા બ્લોગ પોસ્ટમાં વોટસએપે લખ્યું છે કે 1 ફેબ્રુઆરી, 2020 થી iOS 7 અને જૂના વર્ઝન માટે વોટ્સએપ કામ કરવાનું બંધ કરશે. આ પહેલા વોટ્સએપે Nokia Symbian S60, BlackBerry OS, Windows Phone 8.0 અને અન્ય જૂના વર્ઝનમાં કામ કરવાનું બંધ કરી દીધુ છે. આ ઉપરાંત કંપનીએ એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અને જુના વર્ઝનમાં 1 ફેબ્રુઆરી 2020થી વોટ્સએપ સપોર્ટ હટાવવાની વાત કરી છે.
આનો અર્થ એ થાય કે જો તમે iOS 7 સપોર્ટેડ એપલ સર્વિસનો ઉપયોગ કરો છો તો તમારા માટે વોટ્સએપ સર્વિસ બંધ થઇ શકે છે. હાલ તો આ તે લોકોને પ્રભાવિત નહીં કરે જેમણે iPhone 4માં ઇન્સ્ટોલ કરી રાખ્યુ છે. એપલના iPhone4 માં 2020 સુધી વોટ્સએપ ચાલશે, જો યૂઝર્સ તેને એકવાર તેમના ફોનમાંથી ડિલીટ કરી દેશે તો બીજી વખત તે વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -