દુનિયાની સૌથી સસ્તી LCD TV ભારતમાં લોન્ચ, કિંમત માત્ર 3999 રૂપિયા
આ એલસીડી ટીવીને ડીટેલ કંપનીની વેબસાઈટ અને ડીટેલ મોબાઈલ એપની મદદથી ખરીદી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીમાં 19 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી જે 1366x768 પિક્સલ રિઝોલ્યૂસન અને 300000:1 કોન્ટ્રાસ્ટ રેશિયો સાથે આવે છે. કંપની ટીવીમાં A+ ગ્રેડ પેનલ આપી છે. 12w સ્પીકર આપવામાં આવ્યા છે.
ટીવીમાં 19 ઇંચનો A+ ગ્રેડ પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે એચડીએમઆઈ અને યૂએસબી પોર્ટ સાથે આવે છે. અન્ય ટેલીવિઝનની જેમ આ ટીવીને પણ યૂઝર્સ કંપ્યૂટર મોનિટર તરીકે ઉપયોગ કરી શકશે. ડીટેલ કંપને આ વર્ષેજ ઇલેક્ટ્રોનિક માર્કેટમાં પગ મુક્યો છે. અને અત્યાર સુધી કુલ 7 એલઈડી ટીવી બનાવી ચૂકી છે. જે 24 ઇંચથી લઈને 65 ઇંચ સુધીની છે.
નવી દિલ્હી: ભારતીય કંપની ડિટેલ એ મંગળવારે દુનિયાની સૌથી સસ્તી એલસીડી ટીવી Detel D1 TV લોન્ચ કરી દીધી છે. નવી દિલ્હીના એક ઇવેન્ટમાં આ એલસીડી ટીવી લોન્ચ કરી હતી. ટીવીની કિંમત 3999 રૂપિયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -