Xiaomi એ ભારતમાં લોન્ચ કર્યા 2 નવા સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
રેડમી 6માં પણ 18:9ના આસ્પેક્ટ રેશિયોવાળી 5.45 ઈંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 3000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીએ રેડમી 6માં મોટો ફેરફાર કરતાં ડુઅલ કેમેરા સેટઅપ આપ્યું છે. સ્માર્ટફોનમાં રિયર પેનલમાં 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના 2 સેન્સર આપવામાં આવ્યા છે. 3GB રેમ 32GB સ્ટોરેજ ધરાવતાં વેરિયન્ટની કિંમત 7,999 રૂપિયા અને 3GB રેમ તથા 64GB સ્ટોરેજ ધરાવતાં મોડલની કિંમત 9,499 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મોડલમાં રિયલ કેમરામાં 13 મેગાપિક્સલના સિંગસ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિયલ કેમેરામાં ફેસ ડિટેક્શન ઓટો ફોક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેલ્ફી લેવા માટે 5 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 2GB રેમ અને 16GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 5,999 રૂપિયા અને 3GB રેમ તથા 32GB સ્ટોરેજની કિંમત રૂપિયા 6,999 છે.
રેડમી 6Aમાં 18:9ના આસ્પેક્ટ રેશિયોવાળી 5.45 ઈંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. શાઓમીએ આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ પ્રોસેસર આપવાના બદલે મીડિયા ટેકની હીલિયો P22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે જૂના પ્રોસેસરની તુલનામાં 39 ટકા વધારે ચાલશે અને 48 ટકા બેટરીની બચત કરશે.
નવી દિલ્હીઃ ચાઈનીઝ મોબાઇલ મેકર શાઓમીએ આજે રેડમી 6 સીરિઝના નવા બે સ્માર્ટફોન Redmi 6 અને Redmi 6A ભારતમાં લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોનને રેડમી 5A અને રેડમી 5નાં અપગ્રેડ તરીકે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -