It's Official: શ્યાઓમીએ રેડમી 4, 4A અને રેડમી 4 પ્રાઈમ કર્યો લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત
Redmi 4ના 2GB રેમવાળા વેરિઅન્ટની કિંમત 699 યુઆન (અંદાજે 6905 રૂપિયા) છે જ્યારે સ્નેપડ્રેગન 625 અને 3GBરેમવાળા વેરિઅન્ટની કિંમત 899 યુઆન (અંદાજે 8888 રૂપિયા)માં મળશે. હાલમાં આ બન્ને ફોન ચીનમાં ઉપલબ્ધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્માર્ટફોન એન્ડ્રોઈડ માર્શમૈલો પર બનેલ કંપની MIUI પર ચલાવે છે અને તેમાં 4,100mAhની બેટરી લાગેલ છે. કનેક્ટિવિટી અને એચડી કોલિંગ માટે તેમાં VoLTE અને 4G LTE આપવામાં આવ્યા છે.
હાલમાં જ શ્યાઓમીએ બે નવા સ્માર્ટફોન Redmi Note 2 અને Mi Mix કર્યા છે. કંપનીએ ચીનમાં એક ઇવેન્ટમાં એક બજેટ સ્માર્ટફોન Redmi 4 લોન્ચ કર્યો છે. જોકે તેના સ્પેસિફિકેશન જોરદાર છે. આ મેટલ બોડીવાળો સ્માર્ટપોન છે અને તેની પાછલ ફિન્ગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યા છે. તમને જણાવીએ કે આ Redmi 3Sનું આગળનું વર્ઝન છે.
ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે જે ફેસ ડિટેક્શન ઓટોફોકસને સપોર્ટ કરે છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
સ્ટોરેજ માટે તેમાં 32GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે જેને માઈક્રો એસડી દ્વારા વધારી શકાય ચે. તેનું બીજું વેરિઅન્ટ પણ છે જેમાં 2GB રેમની સાથે 16GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.
દેખાવમાં આ Redmi Note 4 જેવો દેખાય છે. તેમાં 5 ઇંચની એચડી ડિસ્પ્લેની સાથે 1.4GHz ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 625 ઓક્ટાકોર પ્લોસેસરની સાથે 3GB રેમ આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -