iPhoneથી પણ પાતળું ટીવી લાવવાની તૈયારીમાં Xiaomi, હશે આ જબરદસ્ત ફીચર્સ
શ્યાઓમીએ વાઈ-ફાઈ રાઉટર Mi Router HDની પણ જાહેરાત કરી છે. આ બે વર્ઝનમાં ઉપલબ્ધ હશે. પ્રથમ 1 ટીબી સ્ટોરેજ, જેની કિંમત 200 ડોલર (અંદાજે 13,500 રૂપિયા) અને બીજું 8 ટીબી સ્ટોરેજ 500 ડોલર (અંદાજે 34,000 રૂપિયા) હશે. આ રાઉટરમાં ચાર એન્ટેના હશે.
ટીવી ફ્રેમલેસ ડિવાઈનમાં છે, અને તેની જાડાઈ માત્ર 4.9mm છે. એટલું જ નહીં, આ આઈફોન 7 કરતાં પણ પાતળું છે. કંપની તરફથી આ પ્રથમ ટીવી છે, જેમાં પ્રીમિયમ ડોલ્બી ATMOS ઓડિયો સેટઅપ છે. તેમાં મધરબોર્ડને બાદમાં અપગ્રેડ પણ કરી શકાય છે.
આ ટીવી 49-ઈંચ છે. સાથે જ તેમાં 65 ઇંચ વેરિઅન્ટમાં પણ રજૂ કરવામાં આવ્યું છે. આ ટીવીની સૌથી વધારે ચર્ચા સાઈઝ અને અપગ્રેડેબિલિટીની ખાસિયતને લઈને થઈ રહી છે.
નવી દિલ્હીઃ અમેરિકાના લાસ વેગાસમાં ચાલી રહેલ કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં શ્યાઓમીએ આઈફોનથી પણ પાતળા TV સાથે ધમાકેદાર શરૂઆત કરી છે. ખાસ વાત એ છે કે, આ શ્યાઓમીના આ બન્ને ડીવાઈસીસ કોઈ સ્માર્ટફોન નથી પરંતુ કંપનીએ Mi TV 4ને આ શોમાં રજૂ કર્યું છે.
આ ટીવીની કિંમત $2000 (અંદાજે 1,36,000 રૂપિયા) હશે. કંપનીનું કહેવું છે કે, ડોલ્બી ATMOS વગર તેની કિંમત 500 ડોલર ઓછી (લગભગ 1,02,000 રૂપિયા) હશે.