ચીનની કંપની લૉન્ચ કરશે પોતાનો આ સસ્તો હાઇ એન્ડ 5G સ્માર્ટફોન, 4Gથી 10 ગણી ફાસ્ટ હશે સ્પીડ, જાણો ફિચર્સ
હાલામાં આ સ્માર્ટફોનના ટીઝર ઉપરાંત કંપનીએ આના વિશે કોઇ વધુ માહિતી શેર નથી કરી, પણ કેટલીક વસ્તુઓ તો નક્કી છે જ કે આ હાઇ એન્ડ સ્માર્ટફોન હશે અને તેના હાર્ડવેર ટૉપ હશે. પ્રૉસેસરની વાત કરીએ તો આમાં ક્વાલકૉમનું ફ્લેગશિપ પ્રૉસેસર સ્નેપડ્રેગન 845 હશે અને કંપની એમોલેડ ડિસ્પ્લે યૂઝ કરશે. આ ફોન અન્ય કંપનીઓના ફોન કરતાં સસ્તો હશે.
આ અગાઉ Motorolaએ 5G સપોર્ટ વાળો Moto લૉન્ચ કર્યો હતો, પણ આના માટે મોટો મૉડ લગાવવો પડે છે.
તેમને ટ્વીટમાં લખ્યું છે, ‘અમે શ્યાઓમી ફોન્સ માટે 5G ડેટા કનેક્શન ટેસ્ટ કર્યો છે. 5Gની ડાઉનલૉડીંગ સ્પીડ 4Gની સરખામણીમાં 10X ફાસ્ટ છે.’
શ્યાઓમીના પ્રૉડક્ટ મેનેજર ડોનવાંગ સંગે એક તસવીર શેર કરી છે, જેનાથી જાણી શકાય છે કે આ સ્માર્ટફોનમાં 5Gનો સપોર્ટ આપવામાં આવશે.
નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન મેકર શ્યાઓમી હવે નેક્સ્ટ જનરેશન માટે દમદાર અને હાઇટેક ફિચર વાળો Mi Mix 3 લૉન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ અનુસાર આને ઓક્ટોબરમાં લૉન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં પૉપ અપ કેમેરા મૉડ્યૂલ આપવામાં આવ્યું છે, કેમકે ડિસ્પ્લેની નીચે કે ઉપરની બાજુ સેલ્ફી કેમેરા માટે કોઇ જગ્યા નથી અને આખી સ્ક્રીન છે. તાજેતરમાંજ ઓપો અને વીવોએ પૉપ અપ કેમેરા વાળા સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે.